અફઘાનિસ્તાન ભૂકંપથી મૃત્યુઆંક 1100 પહોંચ્યો, ભારતે 1000 ટેન્ટ અને 15 ટન ખાદ્ય સહાય મોકલી
રવિવારે મોડી રાત્રે ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવાર સવાર સુધી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. જેના કારણે ભારે વિનાશ થયો છે. અત્યાર સુધીમાં 1100 થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. આવી સ્થિતિમાં, ભારતે અફઘાનિસ્તાનમાં મદદ મોકલી છે. ભારત દ્વારા 1000 પરિવાર તંબુ અને 15 ટન ખાદ્ય પદાર્થો મોકલવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતી આપતાં, વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, આજે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી. ભૂકંપમાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો. જણાવ્યું કે ભારતે આજે કાબુલમાં 1000 પરિવારો માટે તંબુ પહોંચાડ્યા છે. ભારતીય મિશન દ્વારા કાબુલથી કુનારમાં તાત્કાલિક 15 ટન ખાદ્ય પદાર્થો પણ પહોંચાડવામાં આવી રહ્યા છે. આવતીકાલથી ભારતથી વધુ રાહત સામગ્રી મોકલવામાં આવશે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આ મુશ્કેલ સમયમાં ભારત અફઘાનિસ્તાનની સાથે છે.