ઓસ્ટ્રેલિયાની લેબમાંથી ઘાતક વાઇરસના સેમ્પલ્સ ગુમ થયા
ઓસ્ટ્રેલિયામાં એક લેબમાંથી સેંકડો ઘાતક વાયરસના સેમ્પલ ગુમ થઇ જતા ખળભળાટ મચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડમાં સરકારે એક લેબમાંથી અનેક ઘાતક વાયરસ ગુમ થયાની જાણકારી આપી હતી.
ક્વિન્સલેન્ડ સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે જૈવ સુરક્ષા પ્રોટોકોલના ઐતિહાસિક ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.આ અંગે તપાસ શરૂૂ કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ક્વીન્સલેન્ડની પબ્લિક હેલ્થ વાયરોલોજી લેબોરેટરીમાંથી ઓગસ્ટ 2023માં અનેક જીવલેણ વાયરસના 323 સેમ્પલ ગુમ થયા હતા. આ વાયરસોમાં હેન્ડ્રા વાયરસ, લિસાવાયરસ અને હંટાવાયરસનો સમાવેશ થાય છે.
હેન્ડ્રા એ ઝૂનોટિક (પ્રાણીઓથી-માણસોમાં ફેલાય છે) વાયરસ છે જે ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર હંટાવાયરસ એ વાયરસનું એક સમૂહ છે જે ગંભીર બીમારી અને મૃત્યુનું કારણ બની શકે છે. જ્યારે લિસાવાયરસ એ વાયરસનું એક જૂથ છે જે હડકવાનું કારણ બની શકે છે.
ક્વીન્સલેન્ડ સરકારે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી સેંકડો જીવલેણ વાયરસના નમૂનાઓ ગુમ થયા છે. જે લેબમાંથી સેમ્પલ ગુમ થયા છે તે નસ્ત્રતબીબી મહત્વ માટેના વાયરસ અને મચ્છર તથા મેડિકલ રિસર્ચ માટેની ડાયગ્નોસ્ટિક સેવાઓ, સર્વેલન્સ અને સંશોધન કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ચેપી રોગના સેમ્પલ ચોરાઇ ગયા છે કે નાશ પામ્યા છે. લોકો માટે જોખમરૂૂપ હોવાના પણ કોઇ પુરાવા નથી. સરકારે આ મામલે તપાસ શરૂ કરી હતી.