For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીનમાં 'યાગી' વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા-કોલેજો બંધ, 10 લાખથી વધુ લોકોને બચાવાયા

05:44 PM Sep 07, 2024 IST | admin
ચીનમાં  યાગી  વાવાઝોડાએ મચાવી તબાહી… શાળા કોલેજો બંધ  10 લાખથી વધુ લોકોને બચાવાયા

ચીનમાં 'યાગી' વાવાઝોડાએ તબાહી મચાવી છે. દક્ષિણ ચીનના ટાપુ પ્રાંતના હૈનાન કિનારે ભારે વરસાદ અને ભારે પવન લાવતા વાવાઝોડાના કારણે બે લોકોના મોત થયા હતા. જ્યારે 92 ઘાયલ છે. ત્યાંના સ્થાનિક અધિકારીઓએ માહિતી આપતાં કહ્યું કે યાગી આ વર્ષનું 11મું વાવાઝોડું છે. તે શુક્રવારે ચીનના દરિયાકાંઠે અથડાયું હતું. તે સૌથી પહેલા હેનાન પર પટકાયો હતો. હાલમાં તે ગુઆંગડોંગ પ્રાંતમાં પહોંચી ગયું છે.

Advertisement

ચીને શુક્રવારે ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. દક્ષિણ પ્રદેશમાં પૂરની ચેતવણી, કારણ કે ટાયફૂન યાગી પહેલા હેનાનમાં પહોંચ્યું છે. આ પછી તે દક્ષિણી ગુઆંગડોંગ પ્રાંત પહોંચ્યું અને ચીનના ગુઆંગસી ઝુઆંગ ક્ષેત્ર અને ઉત્તર વિયેતનામ સુધી પહોંચવાની શક્યતા છે. હોંગકોંગના સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા છે.

100 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે
ચક્રવાત યાગીના કારણે થયેલી તબાહીને જોતા ત્યાંની તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. શાળાના વર્ગો સાથે તમામ વેપારી સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. ચીનમાં આવેલા આ વાવાઝોડાને કારણે શુક્રવારે 100થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં પ્રાંતમાં નાળિયેરના ઝાડ ઉખડી ગયેલા અને પડતા જોઈ શકાય છે. ઠેર ઠેર હોર્ડિંગ્સ પડી ગયા છે અને વાહનો પલટી ગયેલા જોવા મળે છે. હૈનાન હવામાન સેવાના જણાવ્યા અનુસાર, ટાયફૂન યાગીના કેન્દ્રની નજીક પવન લગભગ 245 કિમી પ્રતિ કલાક (152 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે પહોંચી રહ્યો હતો.

Advertisement

તોફાન નદીના ડેલ્ટા તરફ આગળ વધી રહ્યું છે
ચીનમાં ત્રાટકેલું આ ભયાનક તોફાન અને તેની તબાહી શુક્રવારે સાંજે 4 વાગ્યાની આસપાસ વેનચાંગ પહોંચી હતી. 1949 થી 2023 સુધીમાં અત્યાર સુધીમાં આવા 106 તોફાન આવ્યા છે. જો કે, આમાંથી માત્ર નવને સુપર ટાયફૂન તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, એટલે કે તોફાન જે વધુ વિનાશનું કારણ બને છે.ગુઆંગડોંગના પ્રાંતીય ગવર્નર વાંગ વેઈઝોંગે અધિકારીઓને યાગી વિરુદ્ધ કહ્યું કે આનાથી બચવા માટે આપણે કોઈ કસર છોડવી જોઈએ નહીં. આ સાથે તેણે કહ્યું કે તેઓ આ મુશ્કેલ યુદ્ધ ચોક્કસપણે જીતશે. હાલમાં આ વાવાઝોડું પશ્ચિમી ગુઆંગડોંગ પ્રાંત અને પર્લ રિવર ડેલ્ટા તરફ આગળ વધી રહ્યું છે.

Advertisement
Advertisement
Advertisement