ટેરિફ વોરથી ક્રિપ્ટો કરન્સીના ભૂકકા, 300 બિલિયન ડોલરનો કડાકો
અમેરિકાનાં રાષ્ટ્ર પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ નીતિના પગલે અન્ય દેશોએ ટેરીફ વોર છેડી દેતા જ આજે ક્રિપ્ટો કરન્સીના ભુકકા બોલી ગયા હતા. મોટાભાગની ક્રિપ્ટો કરન્સીમા કડાકો બોલતા આજે 300 બિલિયન ડોલરથી વધારે રકમનુ ધોવાણ થયુ હતુ. ક્રિપ્ટો કરન્સીમા ર0 % સુધીના ગાબડા પડયા હતા.
આજે ચાઇના, મેકિસકો અને કેનેડા દ્વારા અમેરિકાનાં ટેરીફ સામે પોતાના દેશમા આવતી વસ્તુ સામે પણ ટેરીફ લગાવવાની જાહેરાત થઇ હતી જેના પગલે રોકાણકારો ટેરીફ વોર ફાટી નિકળવાના ભયે ભારે વેચવાલી કરી હતી છેલ્લા ર4 કલાકમા બિટકોઇન 93600 ડોલરના લેવલથી બપોરે 1ર.30 કલાકે 84119 સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત બીજી કરન્સી ઇથેનિયમ, સોલાના, એકસઆરપી અને કાર્ડોનામા પણ ભારે ગાબડા પડી ગયા હતા. જેના પગલે ક્રિપ્ટો કરન્સી માર્કેટનુ કેપિટલાઇઝેશન 10 ટકા ઘટીને ર.77 ટ્રિલીયન થઇ ગયુ હતુ.
કઇ ક્રિપ્ટોમાં કેટલું ગાબડું
ઇથેરિયમ 11 %
સોલાના 15 %
XRP 12 %
કાર્ડોના 20 %
બિટકોઇન 9.47 %