ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સાથે જ ક્રૂડ વાયદો 7% તૂટ્યો
પાંચ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી બ્રેન્ટ ક્રૂડ બેરલનાં ભાવમાં 7 ડોલરનો ઘટાડો
ઈરાન અને ઇઝરાયલ બંને યુદ્ધવિરામ માટે સહમત થયા હોવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એલાન બાદ ક્રૂડ ઓઇલના ભાવ કડડભૂસ થયા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર 7 ટકા સુધી તૂટ્યું છે. યુએસ ઠઈંઝમાં પણ મોટો કડાકો નોંધાયો છે. સોમવારે ક્રૂડ ઓઇલ કિંમત 9 ટકા સસ્તી થયા બાદ આજે વધુ 7 ટકા ઘટી છે. બપોરે 1 વાગ્યે ઠઝઈં ક્રૂડ 3.40 ટકાના કડાકે 66.22 ડોલર પ્રતિ બેરલ પર અને બ્રેન્ટ ક્રૂડ 3.49 ટકા તૂટી 66.29 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યું હતું.
ટ્રમ્પે ગઈકાલે મોડી રાત્રે જાહેરાત કરી હતી કે, ઇઝરાયલ અને ઈરાન સંપૂર્ણપણે સીઝફાયર કરવા સહમત થયા છે. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ પણ આ મામલે ખાતરી આપી છે. જેના પગલે ક્રૂડ ઓઇલના ભાવ પટકાયા હતા. બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ 20થી 25 ટકા ઉછળી સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યું હતું. પરંતુ યુદ્ધવિરામની જાહેરાત બાદ ભાવ ઠંડા થયા છે. ડોલર પણ તૂટ્યો છે. ગઈકાલે 78 ડોલર પ્રતિ બેરલ પર ખૂલ્યા બાદ બ્રેન્ટ ક્રૂડ આજે 65 ડોલર પ્રતિ બેરલ થયુ હતું.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધવિરામ માને સહમત થયા છે. બંને દેશો શાંતિ જાળવી રાખે અને ભીષણ યુદ્ધ 24 કલાક બાદ ખતમ કરે તો 12 દિવસથી ચાલી રહેલી લડાઈનો અંત આવશે. બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે ફૂલ અને કોમ્પ્રેહેન્સિવ સીઝફાયર અપ્લાય થશે. ટ્રમ્પની આ જાહેરાતથી શેરબજારમાં તેજી આવી હતી. ડોલર ઇન્ડેક્સ પણ વધ્યો હતો. પરિણામે ક્રૂડના ભાવો તૂટ્યા હતા.
ઈરાન ઓપેકમાં ત્રીજો ટોચનો ક્રૂડ ઉત્પાદક છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ શરુ થતાં ક્રૂડના ભાવ વધ્યા હતા. આ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી ઈરાને વિશ્વને 40 ટકા ક્રૂડ સપ્લાય કરતો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુજ બંધ કરવા મંજૂરી આપી હતી. જેના લીધે ક્રૂડના ભાવમાં ભડકો થયો હતો. જો કે, આજે સીઝફાયરની જાહેરાત સાથે ક્રૂડના ભાવમાં નોંધાયેલા પ્રીમિયમ ડિસ્કાઉન્ટ થવાની શક્યતા વધી છે.
2025-26માં જીડીપીનો અંદાજ વધારતી રેટિંગ એજન્સી
ભારતનો GDP: SP ગ્લોબલ રેટિંગ્સે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDPઆગાહી વધારીને 6.5% કરી. આ અંદાજ સામાન્ય ચોમાસા, કાચા તેલના નીચા ભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ગયા મહિને, SPએ નાણાકીય વર્ષ 2026 માટે ભારતના વિકાસ દરમાં 20 પોઇન્ટનો ઘટાડો કરીને 6.3 ટકા કર્યો હતો. એજન્સીએ આ માટે વૈશ્વિક અનિશ્ચિતતા અને યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને જવાબદાર ગણાવ્યા હતા.મંગળવારે, રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારતનો GDP વૃદ્ધિ દર નાણાકીય વર્ષ 2025-26 (31 માર્ચ, 2026 ના રોજ પૂરા થતા) માં 6.5 ટકા પર સ્થિર રહેશે. બીજા સમાચાર અનુસાર, નાણાકીય વર્ષ 2024-25 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડીને 7.4 ટકા થઈ ગયો. આ સાથે, સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન વાર્ષિક વિકાસ દર ઘટીને 6.5 ટકા થઈ ગયો. શુક્રવાર, 30 મે, 2025 ના રોજ જાહેર કરાયેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.