કેનેડાની યુનિવર્સિટીમાં દિલજિત દોસાંઝ પર કોર્સ
દિલજિતના સંગીત, સંસ્કૃતિ બાબતે અભ્યાસ કરાવાશે
દિલજિત દોસાંઝ તેની ફિલ્મ સરદારજી 3ને લઈને વિવાદોમાં ફસાયો છે. આ ફિલ્મમાં તેની સાથે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર જોવા મળવાની છે, જેના કારણે તેણે ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ વિવાદોની વચ્ચે દિલજિતના ચાહકો માટે એક સારા સમાચાર મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે કેનેડાની ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટી હવે દિલજિત દોસાંઝ પર એક વિશેષ કોર્સ શરૂૂ કરવા જઈ રહી છે જે 2026ના સેશનમાં શરૂૂ થશે. આ કોર્સમાં વિદ્યાર્થીઓ દિલજિતનાં સંગીત, સંસ્કૃતિ અને વૈશ્વિક પોપ-સંસ્કૃતિ પર તેના ભાવ વિશે અભ્યાસ કરશે. આ કોર્સ ધ ક્રીએટિવ સ્કૂલ દ્વારા ઑફર કરવામાં આવશે અને એ કેનેડામાં કોઈ પંજાબી કલાકાર પર આધારિત પ્રથમ અભ્યાસક્રમ હશે. આનાથી વિદ્યાર્થીઓને દિલજિતને વધુ નજીકથી જાણવાની તક મળશે, સાથે જ તેઓ પંજાબી સંગીત અને સંસ્કૃતિને પણ ઊંડાણપૂર્વક સમજી શકશે.