સૌથી લાંબી કિસનો રેકોર્ડ બનાવનારું કપલ 12 વર્ષ પછી અલગ થઈ ગયું
10:56 AM Mar 06, 2025 IST | Bhumika
Advertisement
થાઇલેન્ડના એક્કાચાઈ અને તેની પત્ની લક્સાનાએ 2013માં 58 કલાક 35 મિનિટ સુધી નોનસ્ટોપ કિસ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પણ આ રેકોર્ડ બનાવ્યાનાં 12 વર્ષ બાદ આ કપલ અલગ થઈ ગયું છે. જોકે આ રેકોર્ડ બનાવવા માટે એક્કાચાઈ ગર્વ મહેસૂસ કરે છે અને જણાવે છે કે તેમની આ કહાની ખાસ છે. આ કપલે પહેલી વાર 2011માં 46 કલાક 24 મિનિટ સુધી લોન્ગેસ્ટ કિસનો રેકોર્ડ બનાવ્યો હતો, પણ 2012માં એક્કાચાઈ બીમાર પડી ગયો એટલે બીજા કપલે આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.
આથી તેમણે 2013માં જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ વિશે બોલતાં એક્કાચાઈએ એક વાર કહ્યું હતું કે માત્ર પાગલ લોકો જ આવું કરી શકે છે, કોઈ સામાન્ય માનવી આવું વિચારી પણ શકે નહીં.
Advertisement
Advertisement