ફિલ્મોમાં AIના ઉપયોગ મામલે વિવાદ શરૂ, ઓસ્કાર એવોર્ડમાં સબમિશન પ્રક્રિયા બદલાશે
આર્ટફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ડીપ ફેક વીડિયોથી માંડીને ઘણાં જટિલ મનાતા કામો પાર પાડવામાં આવે છે. અન્ય ક્ષેત્રોની જેમ ફિલ્મોમાં પણ AIનો ઉપયોગ વધી રહ્યો છે. ઓસ્કાર દ્વારા આ વર્ષના એવોર્ડ માટે નોમિનેટ થયેલી કેટલીક ફિલ્મોમાં પણ AIનો ઉપયોગ થયો છે. ગત વર્ષે રિલીઝ થયેલી ધ બ્રુટાલિસ્ટથને બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં ફેવરિટ માનવામાં આવે છે ત્યારે ફિલ્મોમાં AIના ઉપયોગ મામલે વિવાદ સર્જાયો છે. આ મામલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મત-મતાંતરો ચાલી રહ્યા છે ત્યારે આગામી વર્ષથી ઓસ્કાર એવોર્ડમાં સબમિશન પ્રક્રિયામાં ફેરફારથઈ શકે છે.
આગામી વર્ષથી ઓસ્કારમાં નોમિનેશન માટે પસંદ થયેલી ફિલ્મ અને તેની સાથે સંકળાયેલા લોકોએ AIના ઉપયોગ અંગે માહિતી આપવી પડશે. ઓસ્કારમાં હાલ AIના ઉપયોગ અંગેનું ડિસ્ક્લોઝર વૈકલ્પિક છે. 2026ના વર્ષથી AIના ઉપયોગનું ડિસ્ક્લોઝર ફરજિયાત કરવાના ઈરાદે ફિલ્મની દરેક કેટેગરીમાં AIના ઉપયોગ અંગે ઓસ્કારના ગવર્નર્સ અને એક્ઝિક્યુટિવ કમિટીએ તપાસ હાથ ધરી છે.
તપાસના આધારે ઓસ્કાર 2026ના સબમિશનમાં AIના ઉપયોગનું ડિસ્ક્લોઝર ફરજિયાત કરવામાં આવશે.
ધ બ્રુટાલિસ્ટ ઉપરાંત ડ્યુન: પાર્ટ 2, પએમિલિયા પેરેઝથ અને પઅ કમ્પ્લિટ અનનોન જેવી ફિલ્મોમાં પણ AIનો ઉપયોગ થયેલો છે. અ કમ્પ્લિટ અનનોનમાં ત્રણ વાઈડ શોટમાં AIની મદદ લેવાઈ હતી, જેમાં એક્ટર જેવા લાગતા બોડી ડબલ પાસે કામ કરાવાયું હતું. આ પ્રકારની પદ્ધતિ વર્ષોથી ફિલ્મોમાં ચાલી રહી છે અને વીએફએક્સની મદદથી બોડી ડબલ પાસે કામ કરાવાય છે અને બાદમાં ચહેરાને રીપ્લેસ કરી દેવાય છે.
ધ બ્રુટાલિસ્ટના ડાયરેક્ટર બ્રેડી કોરબેટે જણાવ્યું હતું કે હંગેરિયન ભાષાના એક ડાયલોગમાં AIથી એડિટિંગ કરાયું હતું, જેથી કેટલાક ઉચ્ચારો વધારે અસરકારક થઈ શકે. ફિલ્મમાં એક્ટર્સના પરફોર્મન્સ સુધારવા AIનો ઉપયોગ થયો નથી. ફિલ્મમાં એક્ટર એડ્રિયન અને ફેલિસિટીના પરફોર્મન્સ તેમના પોતાના છે. એમિલિયા પેરેઝના અંત આવતી ક્રેડિટમાં AI કંપનીનો ઉલ્લેખ આવે છે. AIની મદદથી ફિલ્મમાં ઓપેરા સિંગર મરાયા કલાસના 1960ના દસકાના રેકોર્ડિંગમાં મિક્સિંગ કરાયું છે.
આમ તો ફિલ્મોમાં વિઝ્યુઅલ ઈફેક્ટ લાવવા માટે ટેકનોલોજી અને AIની મદદ વર્ષોથી લેવામાં આવે છે.
જો કે AIના વધી રહેલા ઉપયોગના કારણે માણસની મહેનત અને ટેકનોલોજીના કમામ વચ્ચે ભેદ પારખવાનું અઘરું બન્યું છે. થોડા મહિના પહેલા વિઝ્યુઅલ ઈફેક્ટ્સ સોસાયટી એવોર્ડ્સનું આયોજન થયું હતું. તેમાં ઓસ્ટ્રેલિયાની કંપની રાઈઝિંગ સન પિક્ચર્સે નોમિનેશન મેળવ્યુ હતું. આ કંપનીએ વિકસાવેલી ટેકનોલોજીમાં ફેસ રીપ્લેસમેન્ટ, ફેશિયલ પરફોર્મન્સ મોડિફિકેશન, બોડી રીપ્લેસમેન્ટ જેવા અનેક ફીચર છે. આમ, ટેકનોલોજીએ એક્ટર્સ-આર્ટિસ્ટ્સના પરફોર્મન્સને સીધી ચેલેન્જ આપી છે. આવનારા સમયમાં માણસ અને ટેકનોલોજી વચ્ચે સીધી સ્પર્ધાની સંભાવના AIના કારણે ઊભી થઈ છે ત્યારે સંભવિત સ્થિતિનો ચિતાર ઓસ્કાર એવોર્ડ પૂર્વે જોવા મળ્યો છે.