For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પંજાબમાં આતંક મચાવવાનું ષડયંત્ર!! પાકિસ્તાને RDX મોકલ્યું, બેટરી અને ટાઈમર કરાયા જપ્ત

10:16 AM Oct 18, 2024 IST | Bhumika
પંજાબમાં આતંક મચાવવાનું ષડયંત્ર   પાકિસ્તાને rdx મોકલ્યું  બેટરી અને ટાઈમર કરાયા જપ્ત
Advertisement

પંજાબમાં પાકિસ્તાનથી હથિયારો અને માદક પદાર્થોની દાણચોરી અટકી રહી નથી. ગુરુવારે, BSFએ રાજ્યના ફાઝિલ્કામાં એક કિલો RDX (ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) રિકવર કર્યું હતું. વાસ્તવમાં, બોર્ડર પેટ્રોલિંગ દરમિયાન, BSF જવાનોએ ડ્રોનની ગતિવિધિ જોઈ, ત્યારબાદ સૈનિકોએ જ્યારે વિસ્તારની તપાસ કરી તો તેમને એક બોક્સમાં RDX મળ્યું.

BSFએ પંજાબ પોલીસને RDX સોંપી દીધું છે, હવે પંજાબ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. સરહદ પારથી આવી ઘટનાઓ અવારનવાર બને છે, જેના કારણે પાકિસ્તાનથી પંજાબમાં ડ્રગ્સ અને હથિયારો મોકલવામાં આવે છે. તેને જોતા બીએસએફ સરહદ પર હંમેશા એલર્ટ રહે છે.

Advertisement

ઘટનાની માહિતી આપતાં BSFએ કહ્યું કે, RDXની સાથે જ બૅટરી અને ટાઈમર પણ રિકવર કરવામાં આવ્યા હતા. આ પાછળનો હેતુ શું છે તેની તપાસ ચાલી રહી છે. પરંતુ સરહદ પારથી આવી ટેકનોલોજીના ઉપયોગને કારણે સુરક્ષા એજન્સીઓ સામે પડકારો વધી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ફાઝિલ્કાના અબોહર સેક્ટરના ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તાર બહાદુર પાસે ડ્રોનની મુવમેન્ટ જોવા મળી હતી. જ્યારે બીએસએફને આ અંગેની જાણ થઈ, ત્યારે તેઓએ વિસ્તારની તપાસ કરી અને એક આઈઈડી બોમ્બ મળી આવ્યો.

આ બોમ્બ એક ટીન બોક્સમાંથી મળી આવ્યો હતો, જેમાં લગભગ એક કિલો આરડીએક્સ ભરેલું હતું. તેની સાથે બેટરી અને ટાઈમર પણ ફીટ કરવામાં આવ્યા હતા.તેને ફાઝિલ્કાના સ્ટેટ સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે, જ્યાં આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ 2021માં પણ આવી જ એક ઘટના ફાઝિલ્કામાં સામે આવી હતી. તે સમયે અહીંથી ટિફિન બોમ્બ સપ્લાય કરવામાં આવતા હતા, જેનો ઉપયોગ રાજ્યભરમાં બ્લાસ્ટ માટે કરવામાં આવતો હતો. જેમાં જલાલાબાદ અને ફિરોઝપુરમાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં આરોપીનું પણ મોત થયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement