ક્રિસ ગેઇલ ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે
તેલંગણા ટાઇગર્સ ટીમના સુકાની તરીકે રમશે
વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેઇલ ક્રિકેટના મેદાનમાં પાછો ફરી રહ્યો છે. ક્રિસ ગેઇલ ઇન્ડિયન વેટરન પ્રીમિયર લીગમાં પહેલી સીઝનમાં રમતો જોવા મળશે. ક્રિસ ગેઇલ તેલંગણ ટાઇગર્સ ટીમનો સુકાની છે. આ લીગની શરૂૂઆત 23 ફેબ્રુઆરીએ થશે અને 3 માર્ચે ફાઇનલ રમાશે. સમગ્ર મેચ દેહરાદૂનમાં રમાશે. આ લીગમાં ક્રિકેટવિશ્વના દિગ્ગજ ક્રિકેટરો રમતા જોવા મળશે.ક્રિસ ગેઇલે કહ્યું કે હું પ્રથમ ઇન્ડિયન વેટરન પ્રીમિયર લીગમાં મોટા નામની સાથે મેદાનમાં વાપસી કરી રહ્યો છું. આ લીગ માટે બધા તૈયાર થઈ જાઓ. ક્રિસ ગેઇલ તેલંગણ ટાઇગર્સમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુદીપ ત્યાગી અને મનપ્રીત ગોની તથા વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ બેટર રિકાર્ડો પોવેલ પણ રમશે. સેહવાહ, ગેઇલ, હર્ષલ ગિબ્સ સહિતના દિગ્ગજ ક્રિકેટરો આ લીગમાં રમશે આ લીગનું આયોજન ભારતીય વેટરન ક્રિકેટ બોર્ડ દ્વારા થઈ રહ્યું છે. સેહવાગ, મુનાફ પટેલ, સુરેશ રૈના, રજત ભાટિયા, ક્રિસ ગેઇલ, પ્રવીણ કુમાર, યુસુફ પઠાણ, હર્ષલ ગિબ્સ જેવા ઘણા દિગ્ગજ ક્રિકેટરો આ લીગમાં જોડાઈ રહ્યા છે અને ક્રિકેટચાહકો માટે ફરી રોમાંચક મેચ જોવા મળશે.