For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચાલું બેઠકમાં સ્ટ્રોક? સોશિયલ મીડિયામાં ચર્ચા

06:16 PM Jul 17, 2024 IST | Bhumika
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચાલું બેઠકમાં સ્ટ્રોક  સોશિયલ મીડિયામાં ચર્ચા
Advertisement

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્ટ્રોક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ચીનના સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઈઙ મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટ્રોક આવ્યો હતો.જિનપિંગને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી. પરંતુ આ વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સીસીપી બેઠક સોમવારથી શરૂૂ થઈ હતી અને ગુરુવારે સમાપ્ત થવાની હતી. ચીનની રાજનીતિ માટે આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ વર્ષમાં એક વખત યોજાતી આ બેઠકમાં ચીનની ભાવિ દિશા નક્કી કરવામાં આવે છે. હકીકતમાં ચીનની અર્થવ્યવસ્થાએ છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. જેને લઈને ચીન ખૂબ જ ચિંતિત છે. તે ઉપભોક્તા ખર્ચને વધારવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં ચીનના રાષ્ટ્રપતિ પર દબાણ વધી રહ્યું છે.

Advertisement

શી જિનપિંગ ચીનના વર્તમાન પ્રમુખ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી છે. ચાઈનીઝ નામકરણ પરંપરા મુજબ, તેમનું કુટુંબનું નામ શી છે અને તેમનું નામ જિનપિંગ છે. નવેમ્બર 2012 માં, શી જિનપિંગને ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શી જિનપિંગ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના ભૂતપૂર્વ નેતા શી જોંગશુનના પુત્ર છે.
માઓ પછી તેમને ચીનના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી નેતા માનવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement