For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીની કંપની દેવું ભરવા 100 ટન જીવતા મગરનું ઓક્શન કરશે

11:02 AM Apr 26, 2025 IST | Bhumika
ચીની કંપની દેવું ભરવા 100 ટન જીવતા મગરનું ઓક્શન કરશે

Advertisement

ચીનના ગુઆંગડોન્ગ પ્રાંતના હોન્ગ્યી ક્રોકોડાઇલ ઇન્ડસ્ટ્રી કંપની પર નાણાકીય દેવું વધી જવાથી એ કંપની અંતર્ગત ઉછેરાતા મગરમચ્છોને વેચીને એ નાણાં ભરપાઈ કરવાનો ચીની કોર્ટે ઑર્ડર આપ્યો છે. આ માટે અલીબાબા જુડિશ્યલ ઑક્શન પ્લેટફોર્મ પર મગરોનું ઑક્શન થઈ રહ્યું છે. આ ક્રોકોડાઇલ કંપનીની શરૂૂઆત 2005માં મો જુનરોન્ગ નામના માણસે કરી હતી. જુનરોન્ગ એક સમયે ચીનમાં ક્રોક્રોડાઇલ ગોડ કહેવાતો હતો. તેની કંપનીને પાંચ કરોડ યુઆન એટલે કે લગભગ 58.6 કરોડ રૂૂપિયાની ખોટ જવાથી બેન્કે તેની સંપત્તિ જપ્ત કરી લીધી છે.આ સંપત્તિમાં 100 ટનના મગરમચ્છો પણ છે.

1મગરોનું ઑક્શન 9 મે સુધી એટલે કે બે મહિના સુધી ચાલશે. આ ઑક્શનમાં ખરીદદારોએ મગરને પકડવા, તોલવા અને ઊંચકીને ટ્રાન્સપોર્ટ કરીને પોતાને ત્યાં લઈ જવાનો ખર્ચ અલગથી ઉઠાવવો પડશે. આ મગર એ જ ખરીદી શકશે જેમની પાસે મગર ખરીદવાનું લાઇસન્સ હશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement