રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચીનની કમાલ, 1 કલાકમાં 1000 કિ.મી.નું અંતર કાપતી ટ્રેનનું સફળતાપૂર્વક ટ્રાયલ

11:48 AM Dec 30, 2023 IST | Bhumika
Advertisement

દેશમાં થોડાસમય પહેલા તહેવારો ચાલતા તે દરમિયાન દેશના અલગ-અલગ રેલવે સ્ટેશનો પર પૂર્વાંચલ અને બિહાર જતા લોકોની ભીડ જોવા મળી હતી. ટ્રેનના કોચ લોકોથી ખીચોખીચ ભરેલા હતા. આવી સ્થિતિમાં કેટલાક અકસ્માતના અહેવાલો પણ સામે આવ્યા છે. જો એવી કોઈ ટ્રેન હોય જે તમને માત્ર એક કલાકમાં દિલ્હીથી બિહાર લઈ જઈ શકે, તો બોગીઓના ઓવરલોડિંગની સમસ્યા ખતમ થઈ જશે. આ સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થયું હશે, પરંતુ ચીને આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. આ દિવસોમાં ચીનમાં એક એવી ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે જેની સ્પીડ 1000 કિમી પ્રતિ કલાક છે. આ ટ્રેન લો વેક્યૂમ પાઇપલાઇનની અંદર દોડશે, જેને મેગ્લેવ ટ્રેન કહેવામાં આવી રહી છે.

Advertisement

ચીને આ ટ્રેનનું સફળતાપૂર્વક ટ્રાયલ કર્યું છે. તેનું ટ્રાયલ ચીનના શાંસી વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ પ્રયોગ હેઠળ ટ્રેનને લગભગ બે કિલોમીટર લાંબી પાઇપલાઇનમાંથી પસાર કરવામાં આવી હતી. આ ટ્રેનની સ્પીડ 1000 કિલોમીટર પ્રતિ કલાક હશે. નિષ્ણાતો તેને અલ્ટ્રા હાઇ-સ્પીડ મેગ્નેટિક લેવિટેશન એટલે કે મેગલેવ કહી રહ્યા છે. આ ટ્રેનનું ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ (ઈઅજઈંઈ) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પ્રયોગ હેઠળ સંશો

ધકોએ બે કિલોમીટર લાંબી પાઇપલાઇનમાં વેક્યુમ બનાવ્યું. આ પછી ટ્રેનને પાઇપલાઇનની અંદર ચલાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભવિષ્યમાં તેને હાંગઝોઉ અને શાંઘાઈ વચ્ચે ચલાવવાની તૈયારી છે. તેના ઓપરેશન માટે સુપરક્ધડક્ટીંગ મેગ્લેવ ટેસ્ટ લાઇન પણ તૈયાર કરવામાં આવી છે. ઈઅજઈંઈ વૈજ્ઞાનિક લી પિંગના જણાવ્યા અનુસાર, ચીન તેના પ્રારંભિક પ્રયોગમાં સફળ રહ્યું છે. આ દરમિયાન ટ્રેનની ડિઝાઇન, સ્પીડ અને નેવિગેશનની તપાસ કરવામાં આવી હતી. આ પ્રયોગ સાથે જોડાયેલા સંશોધકોનું કહેવું છે કે ટ્રેને તમામ ટેસ્ટ પાસ કરી છે. પરંતુ તેને કાર્યકારી સ્થિતિમાં લાવવા માટે ઘણો ખર્ચ થશે. ટેસ્ટિંગ દરમિયાન ટ્રેનની સ્પીડ માત્ર 623 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી હતી. ભવિષ્યમાં વેક્યૂમની મદદથી તેની સ્પીડ 1000 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારી શકાય છે.

Tags :
ChinaChina newstrainWorld Newswrold
Advertisement
Next Article
Advertisement