રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ચીનમાં HMP વાઇરસથી હાલત બેકાબુ, દવાઓના કાળાબજાર, સ્પેનમાં દર્દીઓની કતાર

11:12 AM Jan 08, 2025 IST | Bhumika
Advertisement

હ્યુમન મેટાન્યૂમો વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂૂ કર્યું છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10 દિવસમાં HMPV કેસમાં 529 ટકાનો વધારો થયો છે. બાળકોમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચીનમાં વાયરસના કારણે હલચલ મચી ગઈ છે. એન્ટિવાયરલ દવાઓની ભારે અછત છે.

Advertisement

એન્ટિવાયરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂૂ થઈ ગયું છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે એન્ટિવાયરલ દવાઓ 41 ડોલરમાં વેચાઈ રહી છે. વાયરસના વધતા જતા કેસોને કારણે ઠઇંઘ પણ ટેન્શન વધી ગયું છે. તેણે ચીન પાસેથી HMPV વિશે સંપૂર્ણ માહિતી માંગી છે. ચીન હજુ પણ HMPV કેસોની માહિતી છૂપાવી રહ્યું છે.

 

HMP વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત, મલેશિયા, જાપાન, કઝાકિસ્તાનમાં કેસ વધી રહ્યા છે. બ્રિટનમાં પણ ચેપ ફેલાઈ રહ્યો છે. ચીનના આ નવા વાયરસને કારણે સમગ્ર સ્પેનમાં અરાજકતા છે. સ્પેનની હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્પેનના એલીકેન્ટમાં ઈન્ફ્લુએન્ઝા એના 600થી વધુ કેસ મળી આવ્યા છે.

બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ભારતમાં શ્વસન બિમારીઓની વર્તમાન સ્થિતિ અને ચીનમાં એચએમપીવી કેસોમાં ઉછાળાના મીડિયા અહેવાલો બાદ એચએમપીવી કેસની સ્થિતિ અને તેના સંચાલન માટે જાહેર આરોગ્ય પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સચિવ (ડીએચઆર) ડો. રાજીવ બહલ, ડો.(પ્રોફેસર) અતુલ ગોયલ, ડીજીએચએસ; રાજ્યોના આરોગ્ય સચિવો અને અધિકારીઓ, એનસીડીસીના નિષ્ણાતો, આઇડીએસપી, આઇસીએમઆર, એનઆઈવી અને આઇડીએસપીનાં રાજ્ય નિરીક્ષણ એકમો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન દોહરાવવામાં આવ્યું હતું કે, આઈડીએસપીના ડેટા દેશમાં ક્યાંય પણ ILI /SARI કેસોમાં કોઈ અસામાન્ય વધારો સૂચવતા નથી. આઇસીએમઆરના સેન્ટિનલ સર્વેલન્સ ડેટા દ્વારા પણ તેને સમર્થન આપવામાં આવ્યું છે.

હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ (એચએમપીવી) એ ઘણા શ્વસન વાયરસમાંથી એક છે જે તમામ ઉંમરના લોકોમાં ચેપનું કારણ બની શકે છે. ખાસ કરીને શિયાળા અને વસંત ઋતુના પ્રારંભિક મહિનાઓ દરમિયાન તેના કેસ વધુ જોવા મળે છે. વાયરસનો ચેપ સામાન્ય રીતે હળવી અને સ્વ-મર્યાદિત સ્થિતિ હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં જાતે જ સાજા થઈ જવાય છે. આઈસીએમઆર-વીઆરડીએલ પ્રયોગશાળાઓ પાસે પર્યાપ્ત નિદાન સુવિધાઓ ઉપલબ્ધ છે એવી જાણકારી પણ આપવામાં આવી હતી.

Tags :
ChinaChina newsHMP VirusworldWorld News
Advertisement
Next Article
Advertisement