ચીને ઈરાનને 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું હતું
260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મિસાઈલો બનાવવા માટેનો પુરવઠો મોકલાયો હતો
2025 ની શરૂૂઆતમાં, એક ચોંકાવનારા સમાચારે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. ચીનથી ઈરાનમાં 1000 ટન સોડિયમ પરક્લોરેટ મોકલવામાં આવ્યું હતું. આ એક રાસાયણિક પદાર્થ છે જેનો ઉપયોગ રોકેટ ઇંધણ બનાવવા માટે થાય છે. આ જથ્થો એટલો બધો છે કે ઈરાન તેમાંથી 260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઈલો બનાવી શકે છે.
22 જાન્યુઆરી, 2025 ના રોજ પ્રકાશિત ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, આ શિપમેન્ટ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માટે હતું. તેને બે ઈરાની જહાજો, ખટ ગોલબાન અને ખટ જયરાન દ્વારા બંદર અબ્બાસ બંદર પર પહોંચાડવામાં આવ્યું હતું. બે પશ્ચિમી દેશોના સુરક્ષા અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બે ઈરાની કાર્ગો જહાજો, ગોલબાન અને જયરાન, ચીનથી 1000 ટન સોડિયમ પરક્લોરેટ લઈને ઈરાન જવા માટે તૈયાર છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ સોડિયમ પરક્લોરેટ 960 ટન એમોનિયમ પરક્લોરેટ બનાવી શકે છે, જે સોલિડ રોકેટ પ્રોપેલન્ટનો 70% છે. આ 1300 ટન પ્રોપેલન્ટ ઉત્પન્ન કરી શકે છે. જે ખૈબર શકેન અથવા હજ કાસેમ જેવી 260 મધ્યમ-અંતરની ઈરાની મિસાઇલો માટે પૂરતું છે.
અહેવાલ મુજબ, ગોલબાન જહાજે 34 ક્ધટેનર (20 ફૂટ) અને જયરાન 24 ક્ધટેનર લોડ કર્યા હતા. આ જહાજો તાઈકાંગ બંદર (શાંઘાઈની ઉત્તરે) થી રવાના થયા અને બંદર અબ્બાસ માટે ત્રણ અઠવાડિયાની યાત્રા પર નીકળ્યા. બંને જહાજો ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન શિપિંગ લાઈન્સ (IRISL) ના છે, જે IRGC સાથે જોડાયેલ છે અને યુએસ પ્રતિબંધો હેઠળ છે.
તેનો ઉપયોગ મુખ્યત્વે ખૈબર શકન, ફતહ અને હજ કાસેમ જેવા બેલિસ્ટિક મિસાઈલો માટે થાય છે. તેનો ઉપયોગ ફટાકડા અને કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં પણ થાય છે, પરંતુ આટલી મોટી માત્રામાં શિપમેન્ટ લશ્કરી હેતુઓ તરફ નિર્દેશ કરે છે.
પાક.ની ડબલ ગેમ: મુનીરે ઈરાની કમાન્ડરનું લોકેશન આપ્યું હતું
ઈરાની સૂત્રો દાવો કરે છે કે પાકિસ્તાન ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ‘ડબલ ગેમ’ રમી રહ્યું છે. તે ઇરાન અને પશ્ચિમ બંને સાથે સંબંધો જાળવવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહમ્મદ હુસૈન બકરીની હત્યા પહેલા, અસીમ મુનીરે મે મહિનાના અંતમાં તેમને મુલાકાત કરી હતી અને તેમને એક સ્માર્ટવોચ પણ ભેટમાં આપી હતી. ઈરાની મીડિયા અહેવાલો અનુસાર, આ સ્માર્ટવોચમાં GPS ટ્રેકર ફીટ કરવામાં આવ્યું હતું. જેના કારણે ઇઝરાયલી સેનાને મોહમ્મદ હુસૈન બકરીનું સચોટ લોકેશન મેળવવામાં મદદ મળી, અને પરિણામે તેઓ તેના પર સચોટ હુમલો કરી શક્યા. 13 જૂનના રોજ થયેલા આ હુમલામાં મોહમ્મદ હુસૈન બકરીના બે ડેપ્યુટીઓ પણ માર્યા ગયા હતા. સૂત્રો એવો પણ દાવો કરે છે કે મોહમ્મદ હુસૈન બકરીને મળ્યા બાદ, આસીમ મુનીરે ગુપ્ત રીતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા હતા.
તહેરાનને મદદ કરવા રશિયા તૈયાર
યુએસના હુમલા પછી, ઈરાન યુદ્ધમાં બેકફૂટ પર જતું હોય તેવું લાગે છે. ઈઝરાયલને અમેરિકા તરફથી સીધી મદદ મળ્યા પછી, ઈરાન રશિયા અને ચીન પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યું છે. ઈરાનના વિદેશ પ્રધાન હાલમાં રશિયાની મુલાકાતે છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સોમવારે કહ્યું કે રશિયા ઈરાનને વિવિધ રીતે મદદ કરવા તૈયાર છે, જે તેહરાનની વિનંતી પર નિર્ભર રહેશે. પેસ્કોવે કહ્યું, બધું ઈરાનને શું જોઈએ છે તેના પર નિર્ભર છે. અમે અમારા મધ્યસ્થી પ્રયાસો ઓફર કર્યા છે. પેસ્કોવે કહ્યું કે રશિયાએ ઈરાન-ઈઝરાયલ યુદ્ધ પર ખુલ્લેઆમ પોતાનું વલણ જાહેર કર્યું છે, તેને તેહરાન માટે સમર્થનનું એક મહત્વપૂર્ણ સ્વરૂૂપ ગણાવ્યું છે.