For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

29 ગોલ્ડ, 25 સિલ્વર અને 19 બ્રોન્ઝ સાથે ચીન બીજા સ્થાને

10:58 AM Aug 10, 2024 IST | Bhumika
29 ગોલ્ડ  25 સિલ્વર અને 19 બ્રોન્ઝ સાથે ચીન બીજા સ્થાને
Advertisement

પેરિસ ઓલિમ્પિકમાં યુએસ પ્રથમ સ્થાને

ચીનની મહિલા બોક્સર ચાંગ યુએને 54 કિગ્રા વર્ગની ફાઇનલમાં તેની પ્રતિસ્પર્ધીને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે ઓલિમ્પિક ઈતિહાસમાં ચીનની મહિલા બોક્સિંગ ટીમ માટે પ્રથમ ગોલ્ડ મેડલ છે.

ચાઈનીઝ કેનોઈંગ ખેલાડીઓ લિયાઓ હાઓ અને ચી પોવાન મેન્સ સી-ટુ 500 મીટર ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ડાઈવિંગ અને વેઈટલિફ્ટિંગ ટીમોએ પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની 4ડ100 મીટર રિલેની પ્રિલિમિનરીઝમાં, ચીનની ટીમે 38.24 સેક્ધડનો સીઝનનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ બનાવ્યો, જૂથમાં પ્રથમ સ્થાન મેળવ્યું અને ફાઇનલમાં પહોંચી.

Advertisement

21 વર્ષીય વાંગ ઝિલુ પણ ઓલિમ્પિક રિધમિક જિમ્નેસ્ટિક્સ વ્યક્તિગત ઓલ-અરાઉન્ડ ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ચાઇનીઝ એથ્લેટ બન્યો હતો. હાલમાં, ચીનનું પ્રતિનિધિમંડળ 29 ગોલ્ડ, 25 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ લિસ્ટમાં બીજા સ્થાને છે, જ્યારે યુએસ ટીમ 30 ગોલ્ડ, 38 સિલ્વર અને 35 બ્રોન્ઝ મેડલ સાથે પ્રથમ સ્થાને છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement