ચીનમાં 30 વર્ષ પછી કોન્ડોમ, અન્ય ગર્ભનિરોધક ઉત્પાદનો પર 13 ટકા બેટ
ચીનની સરકારે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. ત્રીસ વર્ષ પછી પહેલી વાર કોન્ડોમ તેમજ અન્ય ગર્ભનિરોધક ઉત્પાદનો પર 13 ટકા વેલ્યુ એડેડ ટેક્સ લગાવવાનું નક્કી કર્યું છે, જે જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આ પગલું દેશની સતત ઘટી રહેલી જન્મદરને રોકવા અને વધારવા માટે લેવામાં આવ્યું છે.ગયા સદીના અંતમાં ચીનમાં એક બાળકની નીતિ હતી, ત્યારે વસ્તી નિયંત્રણ માટે કોન્ડોમ અને ગર્ભનિરોધક સાધનોને સંપૂર્ણ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
હવે નીતિ બદલાઈ ગઈ છે, ત્રણ બાળકો સુધીની છૂટ છે, પરંતુ યુવાનો બાળકો જન્માવવા તૈયાર નથી. ગયા ત્રણ વર્ષથી વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે અને 2024માં માત્ર 95.4 લાખ બાળકોનો જન્મ થયો છે. એક બાળકને અઢાર વર્ષ સુધી ઉછેરવામાં લગભગ છ લાખ રૂૂપિયાથી વધુ ખર્ચ થાય છે, જેના કારણે યુવાનો લગ્ન અને સંતાન માટે આગળ નથી આવતા. સરકાર માને છે કે કોન્ડોમ મોંઘા થશે તો લોકો તેનો ઓછો ઉપયોગ કરશે અને ગર્ભધારણની શક્યતા વધશે. આ સાથે જ બાળકોની દેખરેખ, નર્સરી, ક્ધિડરગાર્ટન, વૃદ્ધાશ્રમ તેમજ લગ્ન સંબંધિત તમામ સેવાઓને વેટમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. માતા-પિતાને વધુ રજા, રોકડ સહાય અને બાળ સંભાળની સુવિધાઓ પણ વધારવામાં આવી છે.
બિનજરૂૂરી ગર્ભપાત ઘટાડવા પણ નવા નિયમો જાહેર કરાયા છે.