સિમ, ઇન્ટરનેટ વગર ચેટિંગ એપ: વોટ્સએપના દી’ ફરી ગયા
ટ્વિટરના સહસ્થાપક જેક ડોર્સી દ્વારા લોંચ કરાયેલી એપમાં પણ ગોપનિયતા જળવાશે
WhatsApp દુનિયાની સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તેના રોજિંદા 295 કરોડ સક્રિય વપરાશકર્તાઓ છે. ટૂંક સમયમાં મેટાની આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપનો ક્રેઝ સમાપ્ત થઈ શકે છે. ટ્વિટર (હાલ એકસ) ના સહ-સ્થાપક જેક ડોર્સીએ એક મેસેજિંગ એપ લોન્ચ કરી છે જેને વાપરવા માટે ન તો ઇન્ટરનેટની જરૂૂર છે કે ન તો સિમ કાર્ડની. એટલું જ નહીં, આ એપ વોટ્સએપ જેવી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર સાથે આવે છે, એટલે કે, તેના પર થતી વાતચીત ફક્ત બે લોકો વચ્ચે જ રહેશે. જેક ડોર્સીએ આને ઓફલાઇન ચેટિંગ એપ તરીકે લોન્ચ કરી છે.
તેનો ઉપયોગ કરવા માટે ફક્ત બ્લૂટૂથ કનેક્શનની જરૂૂર છે. બ્લૂટૂથ મેશ નેટવર્કનો ઉપયોગ કરીને આ એપ દ્વારા ચેટિંગ કરી શકાય છે. વપરાશકર્તાઓ આ દ્વારા એકબીજાને સંદેશા મોકલી શકે છે. આ સંદેશાઓ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ છે. ટેમ્પરરી મેસેજ મોકલવા, ચેટિંગ માટે ગ્રુપ બનાવવા જેવી સુવિધાઓ પણ આ ઇન્સ્ટન્ટ ઓફલાઇન ચેટિંગ એપમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં, તમે તમારી ઓળખ છુપાવીને આ એપ દ્વારા ચેટ કરી શકો છો.
Yahoo Messengerની જેમ, તમને તેમાં ચેટ રૂૂમ પણ મળશે, જે સંપૂર્ણપણે પાસવર્ડ સુરક્ષિત હશે.
બિટચેટ એપની ખાસ વાત એ છે કે તેમાં તમારી વાતચીત સ્ટોર કરવામાં આવતી નથી અને તેનો ઉપયોગ કરવા માટે કોઈ સંપર્કની જરૂૂર પણ નથી. તમે તમારી ઓળખ છુપાવીને કોઈની સાથે રેન્ડમલી વાત કરી શકો છો. આ એપ ખાસ કરીને તે સ્થળો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જ્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી. જો મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ ન હોય તો પણ કટોકટીની સ્થિતિમાં નજીકના લોકો આ એપ દ્વારા કનેક્ટ થઈ શકે છે.