ચેમ્પિયન ટ્રોફીની ટિકિટના ભાવ ફિલ્મની ટિકિટ કરતાં પણ સસ્તા
પાકિસ્તાનની આર્થિક કંગાલિયત ટિકિટના ભાવમાં પણ જોવા મળીગુજરાત મિરર, કરાચી તા.16
પાકિસ્તાનમાં મેચની ટિકિટના ભાવને લઈ એક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. આની ઝલક ચેમ્પિયન્સ ટ્રોફી માટે નક્કી કરાયેલી ટિકિટના ભાવમાં જોઈ શકાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ આગામી ટુર્નામેન્ટ માટે ટિકિટની કિંમત 1000 પાકિસ્તાની રૂૂપિયા રાખી છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય ચલણ અનુસાર ટિકિટની કિંમત માત્ર 310 રૂૂપિયા છે. સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, PCB તેના દેશમાં યોજાનારી મેચોની ટિકિટની કિંમત નક્કી કરી છે. તેમની લઘુત્તમ કિંમત 1000 પાકિસ્તાની રૂૂપિયા રાખવામાં આવી છે.
સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે તેની પાસે એક દસ્તાવેજ છે જેમાં આગામી ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનમાં રમાનારી મેચોની ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે. દસ્તાવેજ અનુસાર PCB એ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાનારી મેચોની ન્યૂનતમ ટિકિટની કિંમત 1000 પાકિસ્તાની રૂૂપિયા રાખી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડીમાં યોજાનારી મેચોની ટિકિટની કિંમત 2000 પાકિસ્તાની રૂૂપિયા (620 ભારતીય રૂૂપિયા) અને સેમિફાઇનલ માટે 2500 પાકિસ્તાની રૂૂપિયા (776 ભારતીય રૂૂપિયા) હશે.
PCB એ તમામ મેચોની ટટઈંઙ ટિકિટ 12000 પાકિસ્તાની રૂૂપિયા (3726 ભારતીય રૂૂપિયા) રાખી છે પરંતુ સેમિફાઇનલમાં તેની કિંમત 25000 (7764 ભારતીય રૂૂપિયા) હશે. કરાચીમાં પ્રીમિયર ગેલેરીની ટિકિટ 3500 પાકિસ્તાની રૂૂપિયા (1086 ભારતીય રૂૂપિયા), લાહોરમાં 5000 ભારતીય રૂૂપિયા (1550 ભારતીય રૂૂપિયા) અને રાવલપિંડીમાં પાકિસ્તાન વિ બાંગ્લાદેશ મેચની ટિકિટ 7000 ભારતીય રૂૂપિયા (2170 ભારતીય રૂૂપિયા) છે. PCB કરાચીમાં ટઈંઙ ગેલેરી ટિકિટ 7000 રૂૂપિયા, લાહોર 7500 રૂૂપિયા અને બાંગ્લાદેશ મેચની 12500 રૂૂપિયામાં રાખવા માંગે છે. સામાન્ય દર્શકો માટે 18000 ટિકિટ ઉપલબ્ધ હશે પરંતુ તે નક્કી નથી કે વ્યક્તિ એક સમયે કેટલી ટિકિટ ખરીદી શકે છે અને ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ થશે કે નહીં.