For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાઝામાં 60 દિવસમાં યુધ્ધવિરામ: ઇઝરાયેલ સંમત હોવાનો ટ્રમ્પનો દાવો

06:02 PM Jul 02, 2025 IST | Bhumika
ગાઝામાં 60 દિવસમાં યુધ્ધવિરામ  ઇઝરાયેલ સંમત હોવાનો ટ્રમ્પનો દાવો

ઈરાન-ઈઝરાયલ બાદ હવે ગાઝામાં પણ શાંતિ આવી શકે છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈઝરાયલે ગાઝામાં 60 દિવસના યુદ્ધ વિરામ પર સંમતિ દર્શાવી છે. જોકે, આ માટે અમુક શરતો પણ મૂકી છે. આ મામલે ટ્રમ્પે હમાસને પણ ચેતવણી આપતા કહ્યું કે, સ્થિતિ વધુ વકરે તે પહેલાં સમજૂતી સ્વીકારી લે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે, મારા પ્રતિનિધિઓએ આજે ગાઝા ઈઝરાયલના મુદ્દે ઈઝરાયલના નેતાઓ સાથે એક લાંબી અને કારગર બેઠક કરી. ઈઝરાયલે 60 દિવસના યુદ્ધવિરામને અંતિમ રૂૂપ આપવા માટે જરૂૂરી શરતો પર સંમતિ વ્યક્ત કરી છે, જે દરમિયાન અમે યુદ્ધ ખતમ કરવા માટે તમામ પક્ષો સાથે વાત કરીશું. કતર અને મિશ્રના નેતાઓ, જેણે શાંતિ લાવવામાં ખૂબ મહેનત કરી છે, તેઓ આ અંતિમ પ્રસ્તાવને રજૂ કરશે. મને આશા છે કે, મિડલ ઈસ્ટના સારા માટે હમાસ આ સમજૂતી સ્વીકારી લેશે, કારણ કે જો તે આવું નથી કરતું તો સ્થિતિ વધુ ખરાબ બની જશે.

Advertisement

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાત જુલાઈએ વ્હાઇટ હાઉસમાં ઈઝરાયલ પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂની મેજબાની કરશે. પવ્હાઇટ હાઉસથ દ્વારા આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. ટ્રમ્પ ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે પોતાના પ્રયાસ તેજ કરી રહ્યું છે. જાન્યુઆરી 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત ફર્યા હતા, ત્યારબાદથી નેતન્યાહૂની વ્હાઇટ હાઉસની ત્રીજી યાત્રા હશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement