For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયર જાહેર

05:33 PM Oct 31, 2025 IST | admin
પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયર જાહેર

છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓ એક બીજાને યુદ્ધની ધમકી આપી રહ્યા હતા. શરૂૂઆતમાં સૈન્ય સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે તુર્કીયેમાં સમાધાન મુદ્દે એક બાદ એક બેઠકો યોજાઈ. જે બાદ આખે બંને દેશો સંઘર્ષવિરામ માટે રાજી થયા છે.

Advertisement

નોંધનીય છે કે તાલિબાન દ્વારા જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. બંને દેશો વચ્ચે સમાધાન કરાવવા માટે તુર્કીયેએ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી. તુર્કીયેના વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, કે દોહામાં યોજાયેલી બેઠક બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સમાધાન થયું છે. નોંધનીય છે કે કાબુલમાં બ્લાસ્ટ બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. તાલિબાને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને સરહદ પર હુમલો કર્યો. જેમાં 58 પાકિસ્તાની સૈનિકોના મોત થયા. જે બાદ પાકિસ્તાને સીઝફાયરની માંગ કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement