ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારત-પાક વચ્ચે યુદ્ધ યુદ્ધવિરામ, બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે: ભારતીય વિદેશ મંત્રાલયની જાહેરાત

06:22 PM May 10, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. આ દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે ભારત સરકાર દ્વારા સત્તાવાર પુષ્ટી કરવામાં આવી છે. ભારત સરકારે આજે સાંજે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે. આ યુદ્ધ વિરામનો અમલ આજે સાંજે ૫:૦૦ વાગ્યાથી શરૂ થઈ ગયો છે. આ નિર્ણય સાથે બંને દેશો વચ્ચે તાજેતરમાં વધેલા સૈન્ય તણાવનો અંત આવવાની આશા સેવાઈ રહી છે.

આજે સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે. વિદેશ સચિવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે બપોરે 3.15 વાગ્યે પાકિસ્તાનના DGMOએ ભારતના DGMOને ફોન કર્યો હતો. હવે બંને દેશોના DGMO 12 મેના રોજ ફરી વાત કરશે. વિદેશ સચિવે કહ્યું કે બંને દેશો ગોળીબાર બંધ કરવા સંમત થયા છે.

5 વાગ્યાથી જમીન, આકાશમાં અને યુદ્ધમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું છે. ડીજીએમઓ 12મી તારીખે બપોરે 12 વાગ્યે વાટાઘાટો કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશોમાં જે વાતાવરણ બની રહ્યું હતું તેને શાંત કરવું જરૂરી હતું. અમે ગઈકાલે રાતથી આ માટે પ્રયાસ શરૂ કર્યા હતા અને બંને દેશો સંમત થયા હતા. હવે બંને યુદ્ધવિરામ માટે તૈયાર છે.

Tags :
indiaIndia and Pakistan Ceasefireindia newsindia paksitanindia paksitan newsindia paksitan warindian armyIndian Ministry of External Affairspaksitan
Advertisement
Advertisement