ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પોલિયો અભિયાન માટે હમાસ, ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ

11:22 AM Aug 30, 2024 IST | Bhumika
Advertisement

ઇઝરાયેલ અને હમાસ ગાઝા પટ્ટીમાં ત્રણ દિવસ માટે ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં પોલિયો રસીકરણ અભિયાનને મંજૂરી આપવા માટે લડાઈ રોકવા સંમત થયા છે. ગુરુવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (વાયએચઓ)ના એક અધિકારીએ આ માહિતી આપી. વેસ્ટ બેંક અને ગાઝામાં વાયએચઓ ઓફિસના વડા રિક પેપરકોર્ને ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ગાઝામાં પોલિયો રસીકરણ અભિયાન 1 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Advertisement

પેપરકોર્ન અનુસાર, આ કરાર સ્થાનિક સમય મુજબ સવારે 6થી બપોરે 3 વાગ્યાની વચ્ચે થવાનો છે, જે મધ્ય ગાઝામાં ત્રણ દિવસના વિરામ સાથે શરૂ થશે, ત્યારબાદ દક્ષિણ ગાઝામાં બીજા ત્રણ દિવસના વિરામ અને પછી ઉત્તર ગાઝામાં ત્રણ દિવસના વિરામ સાથે. આ ઝુંબેશમાં લગભગ 6,40,000 બાળકોને લક્ષ્યાંક આપવામાં આવ્યો છે, જેમાં જન્મથી 10 વર્ષ સુધીના દરેક બાળકને રસીના બે ડોઝ આપવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં ગાઝા પટ્ટીમાં 25 વર્ષમાં પોલિઓવાયરસ ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો.

વાયએચઓના ડેપ્યુટી ડાયરેક્ટર માઈકલ રેયાને કહ્યું, અમે ઈચ્છીએ છીએ કે બંને પક્ષ પોલિયો અભિયાનને લઈને જે પણ સમજૂતી કરવામાં આવી છે તેનું પાલન કરે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોલિયોના ફેલાવાને રોકવા માટે 90 ટકા કવરેજ જરૂૂરી છે. તેમણે કહ્યું કે ગાઝામાં ગજ્ઞઙટ2 ના 126 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, 4 લાખ ડોઝ આવ્યા છે. કાર્યકરો ઘરે ઘરે જઈને પોલિયોના બે ટીપા પીવડાવશે. આવી સ્થિતિમાં યુદ્ધવિરામ ખૂબ જ જરૂરી છે. અહીં 25 વર્ષ બાદ પોલિયોનો પ્રથમ કેસ નોંધાયો હતો. 10 મહિનાના બાળકમાં પોલિયોના લક્ષણો જોવા મળ્યા હતા.

Tags :
Hamas Israel warpolio campaignwarworldWorld News
Advertisement
Next Article
Advertisement