For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માત્ર 5 લાખની વસ્તી ધરાવતો કેપ વર્ડ દેશ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય

11:02 AM Oct 15, 2025 IST | Bhumika
માત્ર 5 લાખની વસ્તી ધરાવતો કેપ વર્ડ દેશ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય

દિલ્હી NCR કરતાં 60 ગણી ઓછી વસ્તી ધરાવે છે

Advertisement

ફિફા વર્લ્ડ કપ 2026ના ક્વોલિફાયર રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરી 5 લાખની વસ્તી ધરાવતા એક દેશે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. દિલ્હી-એનસીઆર કરતા 60 ગણી ઓછી ધરાવતા આ આફ્રિકન દેશે ફિફા વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી ઈતિહાસ રચી દીધો છે. આ દેશ પહેલીવાર વર્લ્ડ કપમાં રમશે. ફક્ત 525,000 ની વસ્તી ધરાવતો આફ્રિકન દેશ કેપ વર્ડે 2026 ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આ દેશ ફિફા વર્લ્ડ કપમાં પ્રથમ વખત ક્વોલિફાય થયું છે. નોંધપાત્ર વાત એ છે કે આ દેશની કુલ વસ્તી ફક્ત 525,000 છે.

જે દિલ્હી-એનસીઆર કરતા 60 ગણી ઓછી છે. કેપ વર્ડેએ 2026 વર્લ્ડ કપ આફ્રિકન ક્વોલિફાઈંગ મેચમાં એસ્વાટિનીને 3-0થી હરાવીને તેમના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું અને હવે કેપ વર્ડે પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ કપમાં રમશે. કેપ વર્ડે ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનાર વસ્તીની દ્રષ્ટિએ બીજો સૌથી નાનો દેશ છે. આઈસલેન્ડ 350,000 કરતા ઓછી વસ્તી સાથે ક્વોલિફાય થનાર વિશ્વનો સૌથી નાનો દેશનો રેકોર્ડ ધરાવે છે. ડેલોન લિવ્રેમેન્ટો, વિલી સેમેડો અને સ્ટોપેરાના ગોલથી કેપ વર્ડેનો વિજય સુનિશ્ચિત થયો. કેપ વર્ડેની સરકારે મેચ જોવા માટે અડધા દિવસની રજા જાહેર કરી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement