કેનેડાની કિન્નાખોરી: ભારતીય છાત્રોના 74 ટકા વિઝા નકાર્યા, ચીનના માત્ર 24 ટકા રદ
કેનેડાના કડક વિઝા નીતિઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં હાલમાં જ કેનેડા સરકારે ઇન્ટરનેશનલ વિદ્યાર્થી વિઝા પર અનેક પાબંદી લગાવી છે. જે ભારતીય યુવાઓના વિદેશ જવાના સપના પર ભારે પડી રહ્યુ છે.
કેનેડા સરકારના આંકડા પર નજર નાખીએ તો ભારતીયોના મુકાબલામાં ચીનથી આવેદન કરનારાઓમાં માત્ર 24 ટકા લોકોના જ વિઝા રિજેક્ટ થયા છે. એટલું જ નહીં, સરકાર કેનેડામાં રહેતી વિદ્યાર્થીનીઓની ચકાસણી કરી રહી છે, જેથી તેમના પર નજર રાખી શકાય અને તે ગુનાહિત ઘટનાઓને રોકવામાં મદદ કરશે.
કેનેડાના કડક વિઝા નીતિઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં હાલમાં જ કેનેડા સરકારે ઇન્ટરનેશનલ વિદ્યાર્થી વિઝા પર અનેક પાબંદી લગાવી છે. જે ભારતીય યુવાઓના વિદેશ જવાના સપના પર ભારે પડી રહ્યુ છે. કેનેડા સરકારના આંકડા પ્રમાણે ઓગ્સ્ટ 2025માં ભારતમાંથી આવેલા 74 ટકા લોકોના સ્ટડી વિઝા રિજેક્ટ કરી દીધા છે. જે પાછલાં મહિનામાં 32 ટકાથી પણ બેગણા વધ્યા છે.મીડિયા અહેવાલો અનુસાર ચોંકાવનારી વાત એ છે કે કનેડામાં ભારતની તુલનામાં ચીનમાંથી આવતા અરજદારોનો રિજેકશન રેટ માત્ર 24% રહ્યો છે. તેથી હવે ભારતીયો કનેડા જવાની રસ ગુમાવી રહ્યા છે. જણાવવાનું છે કે ઑગસ્ટ 2023માં 20,900 ભારતીય ઉમેદવારોએ અરજી કરી હતી, જે 2025માં ઘટીને માત્ર 4,515 રહી ગઈ છે.
કેનેડામાં તત્તકાલીન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એક કેનેડાઇ નાગરિકની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ બંને દેશોમાં તણાવ વધી ગયો હતો. જોકે ભારત સરકારે આ આરોપોને નકારી કાઢ્યા હતા. આરોપ પ્રત્યારોપ વચ્ચે કેનેડાએ 1550 ફર્જી સ્ટડી વિઝાની અરજીઓને પર્દાફાશ કર્યો જેમાંથી અડધા ભારત સાથે જોડાયેલા હતા.