For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડા આર્થિક નુકસાન ભોગવવા તૈયાર પણ ટ્રમ્પ સામે ઝૂકશે નહીં

11:27 AM Jan 22, 2025 IST | Bhumika
કેનેડા આર્થિક નુકસાન ભોગવવા તૈયાર પણ ટ્રમ્પ સામે ઝૂકશે નહીં

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ અમેરિકાનાં અન્ય દેશો સાથે સબંધ કેવા રહેશે? તે મોટો પ્રશ્ન છે. પાડોશી રાજ્ય કેનેડાને અમેરિકાનો ભાગ બનાવવા અંગે ટ્રમ્પનાં નિવેદન બાદ ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકા તરફથી ટૈરિફ લગાવવાની ધમકી પર પીએમ ટુડોએ કહ્યું છે કે કેનેડા આર્થિક નુકસાન ઉઠાવા તૈયાર છે. ટ્રમ્પનાં શપથ ગ્રહણ સમારોહ પહેલા 6 જાન્યુઆરીએ પીએમ પદ પરથી રાજીનામું આપી ચૂકેલા ટુડોએ વાયદો કર્યો છે કે તેમનો દેશ ખૂબ જ મજબૂતાઈથી અમેરિકાને જવાબ આપશે. ક્યુબેકનાં મોર્ટેબેલોમાં મંગળવારે એક વિશેષ કેબિનેટ બેઠક દરમ્યાન ટુડોએ કહ્યું કે તે ટ્રમ્પનાં આ નિર્ણયથી નિશ્ચિત છે.

તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ સાથે કામ કરતી વખતે તેમને ઘણી અનિશ્ચિતતાની આશાઓ હતી. ટુડોએ વધુમાં કહ્યું કે ટ્રમ્પ એક સારા વાટાધાટકાર છે અને તે તેમની વાટાઘાટોનાં ભાગીદારોનં સંતુલનથી દૂર રાખવા ગમે તે કરશે. તેમજ ટુડોએ સ્પષ્ટ કહ્યું હતું કે, વિદેશ નીતિના મામલામાં કેનેડા તેના હિતોનું રક્ષણ કરવા અને તેની સ્થિતિ અસરકારક રીતે રજૂ કરવામાં સક્ષમ છે. ટ્રમ્પને ટેરિફના નિર્ણયમાંથી પાછા ખેંવા માટે તે અમેરિકાને આર્થિક નુકસાન પહોંચાડવા પણ તૈયાર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement