For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડાની અવળચંડાઇ, પ્રજ્ઞાનનંદા સહિતના ખેલાડીઓને વિઝા ન આપ્યા

05:25 PM Mar 05, 2024 IST | admin
કેનેડાની અવળચંડાઇ  પ્રજ્ઞાનનંદા સહિતના ખેલાડીઓને વિઝા ન આપ્યા

ભારતીય ચેઝ પ્લેયર્સને વિઝા આપવામાં મોડુ થઈ રહ્યું હોવાની વાત હવે ઋઈંઉઊ સુધી પહોંચી ગયું છે. ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશને કહ્યું કે આ દુખદ છે કે ઘણા દેશનાં ખેલાડીઓએ કેનેડા માટે વિઝા એપ્લિકેશન અરજી સમયસર આપી હોવા છતાં તેમને હજુ સુધી કોઈ રિપ્લાય નથી આવ્યો. એટલું જ નહીં હવે ટૂર્નામેન્ટને ગણતરીના દિવસો બાકી છે.

Advertisement

આ વર્ષે પ્રેસ્ટિજિયસ કેન્ડિડેટ ટૂર્નામેન્ટને કેનેડા હોસ્ટ કરી રહ્યું છે. ભારતે પાંચ ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પસંદગીની યાદીમાં રાખ્યા હતા. જેમાંથી આર પ્રજ્ઞાનનંદા, વિદિત ગુજરાતી અને ડી મુકેશે આના માટે ક્વોલિફાય કરી દીધું છે. જેમાં આઠ ખેલાડી ડબલ રાઉન્ડ રોબિનનાં આધારે એક બીજાની સામે મેચ રમશે. જોકે આ ખેલાડીઓએ મહિનાઓ પહેલા વિઝા માટે અપ્લાય કર્યું હતું પરંતુ હજુ સુધી તેમને મળ્યા નથી. એટલું જ નહીં કોઈ અપડેટ પણ નથી મળી રહી.

કેનેડા 3થી 22 અપ્રિલ સુધી ટોરંટોમાં આયોજિત આ પ્રેસ્ટિજિયસ ચેસ ટૂર્નામેન્ટને હોસ્ટ કરી રહ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા ઘણા સમયથી રાજકીય વિવાદ વધી ગયો છે. તેવામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ શરૂૂ થઈ ગયો છે. આની અસર બંનેના વિઝા પ્રોસેસ પર પણ પડી રહી છે. ભારતે કેટલાક સમય માટે કેનેડાનાં લોકો માટે વિઝા આપવાનું બંધ કરી દીધું છે પરંતુ થોડા સમય બાદ આ સર્વિસ ફરીથી શરૂૂ કરી દેવામાં આવી છે.ખેલાડીઓને વિઝા આપવામાં જે મોડુ થઈ રહ્યું છે તેના પર ચિંતા વ્યક્ત કરતા ઈન્ટરનેશનલ ચેસ મહાસંઘ ઋઈંઉઊએ આવેદનો પર તાત્કાલિક કાર્યવાહી કરવાની અપિલ કરી હતી. મહિલાઓની જે ટૂર્નામેન્ટ છે એના માટે ભારતથી વૈશારી અને કોનેરુ હંપીએ ક્વોલિફાય કર્યું છે.જ્યારે ઓપન અને મહિલા વર્ગ બંને ટૂર્નામેન્ટ એક સાથે રમાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement