For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેેલિફોર્નિયાની આગ હજુ પણ બેકાબુ, 50 અબજ $નું નુકસાન

11:14 AM Jan 10, 2025 IST | Bhumika
કેેલિફોર્નિયાની આગ હજુ પણ બેકાબુ  50 અબજ  નું નુકસાન

Advertisement

અમેરિકાના લોસ એન્જલસના જંગલોમાં આગ સતત વધી રહી છે. પહેલા, પેસિફિક પેલિસેડ્સના જંગલમાં લાગેલી આગએ ઝડપથી વધુ છ જંગલોને લપેટમાં લીધા હતા, પરંતુ હવે સમાચાર છે કે આ આગ વધુ બે જંગલોમાં ફેલાઈ ગઈ છે. આગ માત્ર જંગલો સુધી સીમિત નથી પરંતુ મોટા પાયે રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચાડ્યું છે. આગને કારણે 50 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મૃત્યુઆંક પણ વધીને 7 થયો છે.

આ આગને કેલિફોર્નિયાના ઈતિહાસની બીજી સૌથી વિનાશકારી આગ ગણાવવામાં આવી રહી છે. આગ 2900 એકર વિસ્તારમાં ફેલાયેલી છે અને તેનો વ્યાપ સતત વધી રહ્યો છે.

Advertisement

આ આગથી હોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. કમલા હેરિસ, પેરિસ હિલ્ટન, જેમી લી કર્ટિસ, ટોમ હેન્ક્સ અને મેન્ડી મૂર જેવી હસ્તીઓના ઘરો જોખમમાં છે.

લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર સૌથી મોટી આગ પેલિસેડ્સ ફોરેસ્ટમાં લાગી છે. આ આગને કારણે 20,000 એકરનો વિસ્તાર બળીને રાખ થઈ ગયો છે. આ જંગલનો છ ટકા ભાગ ઓલવાઈ ગયો છે. બાકીના જંગલોમાં લાગેલી આગ હજુ કાબુમાં આવી નથી. આગને કારણે લોસ એન્જલસમાં 50 બિલિયનથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે.

આગના કારણે અત્યાર સુધીમાં લગભગ બે લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી તસવીરોમાં આગથી સળગતા ઘરો, ચીસો પાડી રહેલા લોકો અને પ્રાણીઓ ગભરાઈને દોડતા જોઈ શકાય છે.

અમેરિકાના જંગલોમાં લાગેલી આગથી આખી દુનિયા આઘાતમાં છે. વિક્રમી સંખ્યામાં ફાયર ફાઈટર અને રેસ્ક્યુ ટીમ આગ ઓલવવામાં વ્યસ્ત છે. હેલિકોપ્ટર અને વિમાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ બુઝાવવાને બદલે ઝડપથી ફેલાઈ રહી છે. કારણ કે તોફાની પવનોને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. પવનની દિશા બદલાવાને કારણે આગ સતત અલગ અલગ જગ્યાએ ફેલાઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement