For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી બુરખા પર પ્રતિબંધ: સુરક્ષા-સંસ્કૃતિના વિવાદ પછી કાયદાકીય પગલું

11:48 AM Jan 02, 2025 IST | Bhumika
સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી બુરખા પર પ્રતિબંધ  સુરક્ષા સંસ્કૃતિના વિવાદ પછી કાયદાકીય પગલું

Advertisement

સ્વિત્ઝર્લેન્ડમાં નવા વર્ષથી મહિલાઓ જાહેર સ્થળોએ હિજાબ, બુરખા કે અન્ય કોઈપણ માધ્યમથી પોતાનો ચહેરો સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં. આજે બુધવારથી એક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદાના નિયમોનું જો કોઈ મહિલા ઉલ્લંઘન કરેશે તો તેને 1144 ડોલર એટલે કે અંદાજે 98,000 રૂૂપિયાનો દંડ થઈ શકે છે.

2021 માં યોજાયેલા લોકમતના પરિણામે આ કાયદો ઘડવામાં આવ્યો હતો, જેમાં 51.21% સ્વિસ નાગરિકોએ બુરખા પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં મત આપ્યો. આ પછી સરકારે આ કાયદો પસાર કર્યો, જે આજથી લાગુ કરાયો. આ કાયદાના અમલ પછી મહિલાઓ જાહેર પરિવહન, રેસ્ટોરન્ટ, દુકાનો અને જાહેર કચેરીઓ જેવા જાહેર સ્થળોએ તેમના ચહેરાને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં.

Advertisement

સ્વિત્ઝર્લેન્ડની પહેલા બેલ્જિયમ, ફ્રાન્સ, ડેનમાર્ક, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ અને બલ્ગેરિયા જેવા યુરોપિયન દેશોમાં પણ જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. આ પ્રકારનો નિર્ણય આ દેશોની સુરક્ષા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે લેવામાં આવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડમાં આ અંગે ઊંડી ચર્ચા ચાલી હતી અને મુસ્લિમ સંગઠનોએ તેનો વિરોધ કર્યો.

સ્વિત્ઝર્લેન્ડમાં સાર્વજનિક સ્થળો પર ચહેરો ઢાંકવાના પ્રતિબંધને બુરખા બેન નામથી ઓળખવામાં આવ્યું. લાગુ કરાયેલા કાયદાનું ઉલ્લંઘન કરનારાને 1000 સ્વિસ ફ્રેંક આશરે 1144 ડોલર સુધીનો દંડ થઈ શકે છે. સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ અને ઑસ્ટ્રિયા સહિત અન્ય છ યુરોપિયન દેશોમાં આ પ્રકારના કાયદા લાગુ કરવામાં આવ્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement