For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બુર્જ ખલીફા મોદીની તસવીરોથી ઝળહળ્યું

11:36 AM Sep 18, 2025 IST | Bhumika
બુર્જ ખલીફા મોદીની તસવીરોથી ઝળહળ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીમાં દુબઈ પણ સામેલ થયું હતું. ગત રાત્રે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોથી પ્રકાશિત કરવામાં આવી હતી. આ અનોખી રીતે તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બુર્જ ખલીફા પર મોદીની છબીઓ સાથે ‘હેપી બર્થડે’ લખેલું જોવા મળ્યું હતું, જ્યારે લાઈટ્સના રંગો સતત બદલાતા રહ્યા. આ અવસરે બુર્જ ખલીફા પર ભારતીય ધ્વજના કેસરી, સફેદ અને લીલા રંગો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ પહેલાં, 15મી ઓગસ્ટે ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પણ આવી જ રીતે બુર્જ ખલીફાને પ્રકાશિત કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement