વાણી સ્વાતંત્ર્ય મામલે અમેરિકી ઉપપ્રમુખ વેન્સનો ઉધડો લેતા બ્રિટિશ વડાપ્રધાન
ફ્રી સ્પીચ એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વિશ્વના ચૌધરી બનવાનો પ્રયાસ કરી રહેલું અમેરિકાનું નવું શાસન બધાને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ બ્રિટિશ પીએમ કીર સ્ટોર્મર પ્રથમ વખત અમેરિકાની મુલાકાતે આવ્યા છે. અહીં, અમેરિકી રાષ્ટ્રપતિની ઓવલ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તેમના મહેમાન કીર સ્ટોર્મર સાથે ઝઘડો થયો.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે કીર સ્ટ્રોમર પર ઘણી વખત એવી ટિપ્પણી કરી કે લોકો હસવા લાગ્યા હતાં.
ગુરુવારે વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કીર સ્ટોર્મરની મુલાકાત દરમિયાન અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ મ્યુનિક સુરક્ષા પરિષદમાં અમેરિકાએ બ્રિટન સહિત યુરોપની સરકારો પર અભિવ્યક્તિની સ્વતંત્રતાની ચિંતાઓને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ગુરુવારની બેઠકમાં ફરી એકવાર આ મુદ્દો સામે આવ્યો. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે યુનાઇટેડ કિંગડમ પર વાણી સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો અને દલીલ કરી હતી કે આવા પ્રતિબંધો યુએસ ટેક કંપનીઓ અને યુએસ નાગરિકોને નુકસાન પહોંચાડે છે.
બ્રિટિશ પીએમે અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટના હુમલાને વ્યર્થ ન જવા દીધો. તેમણે તરત જ જેડી વાન્સની ટિપ્પણીનો જવાબ આપ્યો, નસ્ત્રજુઓ, યુનાઇટેડ કિંગડમમાં વાણીની સ્વતંત્રતા ઘણા લાંબા સમયથી છે અને તે ખૂબ લાંબા સમય સુધી ચાલુ રહેશે. અલબત્ત, અમે અમેરિકન નાગરિકો સુધી પહોંચવા માંગતા નથી, અને અમે તે નથી કરતા, અને તે એકદમ યોગ્ય છે, પરંતુ મને યુકેમાં વાણી સ્વાતંત્ર્યના સંદર્ભમાં અમારા ઇતિહાસ પર ખૂબ ગર્વ છે.
આ બેઠક એવા સમયે થઈ હતી જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન પર ચર્ચા કરવા માટે વ્હાઇટ હાઉસમાં સ્ટારમરનું આયોજન કર્યું હતું. મીટિંગમાં, બ્રિટીશ નેતા કીર સ્ટ્રોમરે ત્રણ વર્ષ લાંબા યુદ્ધનો અંત આવે તો શાંતિ સુનિશ્ચિત કરવા યુએસ નેતૃત્વની જરૂૂરિયાત પર ભાર મૂક્યો.
જોકે, તેમણે સંકેત આપ્યો કે અમેરિકાએ રશિયાને કોઈ છૂટ આપવી જોઈએ નહીં. સ્ટ્રોમરે કહ્યું કે એવી શાંતિ હોઈ શકે નહીં જે આક્રમણ કરનારને પુરસ્કાર આપે. સ્ટ્રોમરે કહ્યું કે ઇતિહાસ શાંતિ નિર્માતાની બાજુમાં હોવો જોઈએ, આક્રમકની બાજુમાં નહીં.