For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દરિયામાં ભયંકર તોફાનથી લક્ઝરિયસ યાટ પલટતાં બ્રિટનના ઉદ્યોગપતિ માઇક લીન્ચ લાપતા

11:17 AM Aug 20, 2024 IST | Bhumika
દરિયામાં ભયંકર તોફાનથી લક્ઝરિયસ યાટ પલટતાં બ્રિટનના ઉદ્યોગપતિ માઇક લીન્ચ લાપતા
Advertisement

સીસલી નજીકની ઘટના, પત્ની સહિત 14ને બચાવી લેવાયા, હજુ 4ની શોધખોળ

તાજેતરમાં દક્ષિણ ઈટલીમાં આવેલા સિસલીમાં એક જહાજ દરિયાની વચ્ચે તોફાનોનું શિકાર થવાથી ડૂબી ગયું હતું. પરંતુ તેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાય છે. કારણે કે આ દુર્ઘટનામાં ઈટલીના અને જગવિખ્યાત વ્યક્તિઓ લાપતા થયા છે. આ ઘટનામાં કુલ 4 લોકો લાપતા થયા છે. ત્યારે દરિયામાં પોલીસ અને દરિયાઈ સુરક્ષાકર્મીઓએ તેમને શોધવા માટે ખાસ મુહિમ હાથ ધરી છે. ત્યારે આ ઘટનામાં બ્રિટિશ tech entrepreneur Mike Lynch અને તેમના વકીલ અને અન્ય ચાર લોકો આજરોજ વહેલી સવારે મધદરિયે લાપતા થયા હતાં. ઈટલીના અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે માઇક લીન્ચની પત્ની અને અન્ય 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સિસિલીની સિવિલ પ્રોટેક્શન એજન્સી સાથે સંકળાયેલા સાલ્વો કોસિનાએ કહ્યું કે માઇક લીન્ચએ છ લોકોમાં સામેલ છે. જેમની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી. માઇક લીન્ચનું જહાજ Porticello પાસે તોફાન દરમિયાન ડૂબી ગયું હતું.

Advertisement

56-મીટર લાંબી લક્ઝરી યાટ (સુપર્યાચ) બાયસિયન Palermoના પૂર્વમાં Porticello પર લંગરવામાં આવી હતી, જ્યારે વહેલી સવારે એક તોફાન અચાનક દરિયાકાંઠે અથડાયું હતું અને બીચ પરના ઘણા ક્લબો તેમજ બંદરનો નાશ કર્યો હતો. સિસિલીના દરિયાકાંઠે જોરદાર પવન અને વરસાદ વચ્ચે કુલ 15 લોકોને બચાવવામાં આવ્યા હતાં. માઇક લીન્ચની પત્ની પણ તેમાં સામેલ હતી. ઇટાલિયન સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂૂ કરી છે કારણ કે ઇમરજન્સી રિસ્પોન્સ સેવાઓ ચાલુ કરી હતી.

માઇક લીન્ચ પર ટેક્નોલોજીમાં સિક્યોરિટીઝની છેતરપિંડી અને વિવિધ ગુનાઓનો આરોપ મૂકાયો હતો. ફોજદારી આરોપો પર કેસ ચલાવવા માટે તેને બ્રિટનથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. પૂર્વી ઈંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક માઇક લીન્ચએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. જોતે તમામ 17 આરોપોમાં દોષિત સાબિત થયો હોત, તો તેને બે દાયકા જેલની સજા થઈ શકી હોત.

Advertisement
Tags :
Advertisement
Advertisement