For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માના દૂધની યાદ અપાવતો બ્રેસ્ટ મિલ્ક આઇસ્ક્રિમ લોન્ચ થશે

10:49 AM Apr 12, 2025 IST | Bhumika
માના દૂધની યાદ અપાવતો બ્રેસ્ટ મિલ્ક આઇસ્ક્રિમ લોન્ચ થશે

અમેરિકન કંપનીની જાહેરાતથી ખળભળાટ

Advertisement

આઇસક્રીમની અનેક પ્રકારની ફ્લેવર્સ માર્કેટમાં મળે છે. વિદેશોમાં ઍડિક્શન દૂર કરવા માટે ચિત્રવિચિત્ર ફ્લેવર જેમ કે ચિકન, સિગારેટ, ટબેકોના આઇસક્રીમ્સ પણ મળે છે. જોકે અમેરિકાની એક કંપનીએ બ્રેસ્ટ-મિલ્કનો આઇસક્રીમ લોન્ચ કરવાની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકન કંપની ફ્રિડાએ બાળક માટે બહુ જ મહત્ત્વના બ્રેસ્ટ-મિલ્કની ફ્લેવરનો આઇસક્રીમ તૈયાર કર્યો છે.

કંપનીનું કહેવું છે કે આ એક એવી ચીજ છે જે દરેક વ્યક્તિએ ટેસ્ટ કરી છે, પરંતુ એની રિયલ ફ્લેવર કદી યાદ નથી હોતી. માના દૂધની ફ્લેવર બાળકોને બહુ જ ગમતી હોય છે, પરંતુ મોટા થયા પછી એ ફ્લેવર ભુલાઈ જાય છે. જે ચીજે આપણને આટલું પોષણ આપ્યું એને એમ કેમ ભૂલી જવાય? જોકે જ્યાં નવજાત શિશુઓને જ પૂરતું માનું દૂધ મળી નથી રહેતું ત્યાં બ્રેસ્ટ-મિલ્કનું કમર્શિયલાઇઝેશન કરવું કેટલું યોગ્ય? એ સવાલ હેઠળ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વંટોળ જાગ્યો. કદાચ કંપનીએ વંટોળ જગાવવા જ આ કામ કર્યું હશે. કંપનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આ આઇસક્રીમની ફ્લેવર જ છે, એ રિયલ બ્રેસ્ટ-મિલ્કમાંથી નથી બનવાનો.

Advertisement

બ્રેસ્ટ-મિલ્ક મીઠું, થોડુંક નટી અને થોડુંક નમકીન ફ્લેવરનું હોય છે. આ ફ્લેવર માટે ફોર્મ્યુલા મિલ્ક અને ઑમેગા-3 ફેટી ઍસિડનો ઉપયોગ કરવામાં આવશે જે બ્રેઇન માટે પણ પોષક છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement