લોન્ચિંગ પહેલાં 27 લાખ ટ્રાઇ-ફોલ્ડ મોબાઇલનું બુકિંગ
ચીનની હુવેઇ કંપનીએ કરી કમાલ
ચાઇનીઝ ટેક કંપની હુવેઇ વિશ્વનો પ્રથમ ટ્રાઇ-ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે અને લોન્ચ પહેલા જ તેની પ્રીબુકિંગ શરૂૂ થઈ ગઈ છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ખબર પડી છે કે આ ફોનના 27 લાખથી વધુ યુનિટ્સની પ્રી-બુકિંગ લોન્ચ પહેલા જ થઈ ગઈ છે. આ ડિવાઈસ માટે પ્રી-ઓર્ડર 7 સપ્ટેમ્બરથી શરૂૂ થયા છે અને આઈફોન 16 બાદ આજે લોન્ચ થઇ રહ્યો છે.
હુવેઇનો નવી Mate XT ડિવાઈસ ખાસ નવતર ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવશે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં બે હિંજ ધરાવતી સિસ્ટમ આપવામાં આવશે અને વાળી શકાય તેવી ડિસ્પ્લે ત્રણ ભાગોમાં વળશે. લીક્સ અનુસાર, આ ડિવાઈસનું સત્તાવાર વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂૂ થશે. 10 ઇંચ સ્ક્રીન સાઈઝવાળા ફોનને કંપની 10 સપ્ટેમ્બરે તેની હોમ-ક્ધટ્રીમાં, આાહયના લોન્ચ ઇવેન્ટના બીજા દિવસે રજૂ કરવાનું વિચારી રહી છે.
હુવેઇનું નવું ડિવાઇસ ફોલ્ડેબલ ડિવાઇસેસમાં નવા ઇનોવેશન લાવશે. તેની ટક્કર સેમસંગના ફોલ્ડેબલ લાઇનઅપ સાથે થશે, જે હાલના સમયે સૌથી એડવાન્સ્ડ ફોલ્ડેબલ ફોન છે. જો કે, આાહય તરફથી અત્યાર સુધી કોઈ ફોલ્ડેબલ આઇ ફોન મોડેલ લોન્ચ કરવામાં નથી આવ્યો. લીક્સ મુજબ, આાહય પણ ફોલ્ડેબલ આઇ ફોન પર કામ કરી રહ્યું છે, પરંતુ હાલમાં તે માર્કેટમાં નહીં આવે અને યુઝર્સને આ માટે વધુ સમય રાહ જોવી પડશે.