રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ફરી લોહિયાળ હોળી, બંદૂકધારીઓએ 20 ખાણિયાઓની ગોળી મારીને હત્યા

10:13 AM Oct 11, 2024 IST | admin
Advertisement

ગોળીબારથી પાકિસ્તાન ફરી એકવાર હચમચી ગયું છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો થયો છે. સશસ્ત્ર બંદૂકધારીઓએ બલૂચિસ્તાનમાં કોલ્યા ખાણ પર હુમલો કર્યો અને 20 ખાણિયાઓને ગોળી મારીને મારી નાખ્યા. આ ફાયરિંગમાં અન્ય સાત લોકો ઘાયલ પણ થયા છે.

Advertisement

હકીકતમાં, અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રાજધાનીમાં એક મોટી સુરક્ષા સમિટ યોજાવાની છે. પોલીસ અધિકારી હમાયુ ખાન નાસિરે જણાવ્યું હતું કે બંદૂકધારીઓ ગુરુવારે મોડી રાત્રે ડુકી જિલ્લામાં કોલસાની ખાણમાં બનેલા મકાનોમાં ઘૂસ્યા હતા. તેઓએ લોકોને ઘેરી લીધા અને ગોળીબાર કર્યો.

માર્યા ગયેલા મોટાભાગના બલૂચિસ્તાનના પશ્તુન ભાષી વિસ્તારના હતા. મૃતકોમાંથી ત્રણ અને ઘાયલોમાં ચાર અફઘાન હતા. આ હુમલાની તાત્કાલિક કોઈએ જવાબદારી લીધી નથી. આ પ્રાંત પાકિસ્તાનથી સ્વતંત્રતા ઇચ્છતા અલગતાવાદી જૂથોનું ઘર છે. તેઓ ઈસ્લામાબાદમાં શાહબાઝ સરકાર પર સ્થાનિક લોકોના ભોગે તેલ અને ખનિજથી સમૃદ્ધ બલૂચિસ્તાનનું અન્યાયી રીતે શોષણ કરવાનો આરોપ લગાવે છે.

સોમવારે, બલૂચ લિબરેશન આર્મી નામના જૂથે કહ્યું કે તેણે પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટની બહાર ચીની નાગરિકો પર હુમલો કર્યો છે. દેશમાં હજારો ચાઇનીઝ કામ કરે છે, જેમાંથી મોટાભાગના બેઇજિંગના મલ્ટી-બિલિયન ડોલર બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં સામેલ છે. વિસ્ફોટથી દેશમાં હાઈ-પ્રોફાઈલ ઘટનાઓ અથવા વિદેશીઓની સુરક્ષા કરવાની પાકિસ્તાની દળોની ક્ષમતા પર પણ સવાલો ઉભા થયા છે.

Tags :
attactBloody Holi again in Pakistan's Balochistandeathgunmen shoot dead 20 minerspakistanworldworldnews
Advertisement
Next Article
Advertisement