ભાજપે ટ્રમ્પના ટેરિફને ગણાવ્યો દુર્ભાગ્યપૂર્ણ, વિપક્ષ તૂટી પડતાં સરકારે કહ્યું, દેશના હિત માટે તમામ પગલાં ભરીશું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય વસ્તુઓ પર 25% ટેરિફની જાહેરાતના કેટલાક કલાકો બાદ નવી દિલ્હીએ કહ્યું કે, તેઓ વોશિંગટન ડી.સી.ની સાથે ટ્રેડ ડીલ કરતાં ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે સરકાર આકરાં પગલાં ભરશે.
ભારતે કહ્યું કે, સરકારે આપણા ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના કલ્યાણની રક્ષા અને સંવર્ધનને સૌથી વધુ મહત્ત્વ આપે છે. સરકારે આપણા રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે તમામ જરૂૂરી પગલાં ભરશે, જેમ કે બ્રિટન સાથે આર્થિક અને વેપાર કરાર સહિત અન્ય કરાર મુદ્દે કર્યું છે.
દરમિયાન અર્થશાસ્ત્રીઓ ભારત માટે અન્ય દેશો સાથે ગાઢ આર્થિક સંબંધો બનાવવા, નવા બજારો શોધવા અને પોતાના દેશમાં નવી તકો જોવાની વાત કરી રહ્યા છે. ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓથી પ્રેરિત બદલાતી ભૂરાજનીતિ વચ્ચે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ ફરીથી સંતુલિત થતાં આ સુધારા તરફ દોરી જશે.
બીજી તરફ ટ્રમ્પની જાહેરાત બાદ ભારતના રાજકીય નેતાઓએ પ્રતિક્રિયા આપવાની શરૂૂ કરી દીધી છે. ભાજપે ટ્રમ્પના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ કહ્યો છે, તો કોંગ્રેસે વિદેશ નીતિની નિષ્ફળતાનો ઉલ્લેખ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, નટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા બાદ ભારત સરકાર નિશ્ચિત કોઈ પગલું ભરશે. સરકાર અમેરિકન વહિવટી તંત્ર સાથે પણ વાત કરી શકે છે. ટ્રમ્પના નિર્ણય બાદ ચીજ-વસ્તુઓ મોંઘી થઈ જશે. એક અંદાજ મુજબ ટ્રમ્પની ટેરિફથી ભારતને 61000 કરોડથી વધુનું નુકશાન થશે. કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું કે, ટ્રમ્પે ભારતની આયાત પર 25 ટકા ટેરિફ અને દંડ ઝિંક્યો છે. ટ્રમ્પ અને હાઉડી મોદી વચ્ચે થયેલી આ તમામ પ્રશંસાનો કોઈ અર્થ રહ્યો નથી.
ટ્રમ્પની જાહેરાત બાદ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકાનો નિર્ણય ભારતીય અર્થવ્યવસ્થા માટે વિનાશકારી સાબીત થશે. આ એક સ્પષ્ટ સંકેત છે કે, ભાજપ સરકાર અને વડાપ્રધાને ભારતના રાષ્ટ્રીય હિતો સાથે સમજૂતી કરી છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયાએ કહ્યું કે, નઅમેરિકા દ્વારા ભારત પર ટેરિફ ઝિંકવો નિંદનીય છે. શિવસેના યુબીટીના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે, ભારત પર 25 ટકા ટેરિફ ઝિંકવો ખૂબ જ ગંભીર છે. આના કારણે મોટી અસર પડશે.