For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો, રોકાણકારો રાતા પાણીએ રડયા

05:47 PM Dec 06, 2024 IST | Bhumika
બિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો  રોકાણકારો રાતા પાણીએ રડયા
Advertisement

ક્રિપ્ટોની દુનિયા એવી છે કે ગમે ત્યારે કંઈપણ બદલાઈ શકે છે. હજુ 24 કલાક પહેલા જ ક્રિપ્ટોકરન્સીનો માહોલ કઈક અલગ જ દેખાતો હતો. જો કે હાલ માત્ર 24 કલાકમા જ કિપ્ટોકરન્સીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. બિટકોઈનમાં એવો કડાકો બોલ્યો કે રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં 1 લાખ ડોલરને પાર કરવાની બડાઈ મારતો બિટકોઈન હવે 24 કલાકમાં જ 11 ટકાથી ટકા જેટલો નીચે ગગડી ગયો છે. 24 કલાકમાં 11,900 ડોલર એટલે કે 10 લાખ રૂૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. સવારે 8:45 વાગ્યે બિટકોઈનના ભાવમાં 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

Advertisement

કોઈન માર્કેટ કેપના ડેટા અનુસાર, બુધવારે બિટકોઈનની કિંમત 1,03,900.47 ડોલરની લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. જે બાદ ક્રિપ્ટોકરન્સી માર્કેટે યુ-ટર્ન લીધો હતો. છેલ્લા 24 કલાકમાં, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સીની કિંમત 91,998.78 ડોલર પર પહોંચી ગઈ છે. આનો અર્થ એ થયો કે બિટકોઈનની કિંમતમાં 11 ટકાથી વધુ એટલે કે 11,901.69 ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. જો આપણે ભારતીય રૂૂપિયામાં આ ઘટાડો જોઈએ તો તે 10,08,021.53 રૂૂપિયા છે. જે મોટી રકમ હોવાનું કહેવાય છે.

કોઈન માર્કેટ કેપના ડેટા અનુસાર, સવારે 8:50 વાગ્યે, વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમત 5.69 ટકાના ઘટાડા સાથે 97,476.17 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી, જે તેની લાઈફ ટાઈમ હાઈ કરતાં 6.26 ટકા ઓછી એટલે કે 6,424.3 ડોલર ઓછી છે. જોવામાં આવી રહ્યા છે. નિષ્ણાતોના મતે બિટકોઈન એક લાખ ડોલરને પાર કરી ગયા બાદ રોકાણકારો દ્વારા નફો બુક કરવામાં આવ્યો હતો. જેના કારણે બિટકોઈનના ભાવ નીચે આવ્યા હતા. આગામી દિવસોમાં બિટકોઈન કે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement