For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેપાળમાં મોટી દુર્ઘટના, 40 ભારતીય મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી, 14 ના મોત, અનેક ઘાયલ

12:46 PM Aug 23, 2024 IST | Bhumika
નેપાળમાં મોટી દુર્ઘટના  40 ભારતીય મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી  14 ના મોત  અનેક ઘાયલ
Advertisement

નેપાળમાં આજે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. 40 ભારતીયોને લઈ જતી ભારતીય બસ તનાહુન જિલ્લામાં મર્સ્યાંગડી નદીમાં પડી હતી. નેપાળના અધિકારીના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ જવા રવાના થઈ હતી. અકસ્માત સમયે બસમાં ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.

સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં મોકલ્યા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે.

Advertisement

આ દુ:ખદ ઘટનાથી સ્થાનિક સમુદાય અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement