For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડાથી મોટા સમાચાર! 48 કલાકમાં જસ્ટિન ટ્રુડો PM પદ પરથી રાજીનામું આપશે

10:33 AM Jan 06, 2025 IST | Bhumika
કેનેડાથી મોટા સમાચાર  48 કલાકમાં જસ્ટિન ટ્રુડો pm પદ પરથી રાજીનામું આપશે

Advertisement

કેનેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક જાહેરાત કરતાં કહ્યું છે કે તે જલદી જ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી શકે છે.
અખબાર ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ મુજબ, જસ્ટિન ટ્રુડો સોમવારે એટલે કે આજે (6 જાન્યુઆરી)રાજીનામું આપી શકે છે. લિબરલ પાર્ટીમાં વધી રહેલા મતભેદ અને સભ્યો દ્વારા તેમના પર દબાણ લાવવામાં આવતા ટ્રુડોએ આ મોટો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.

ધ ગ્લોબ એન્ડ મેલ મુજબ, લિબરલ પાર્ટીમાં અસંતોષ અને ઝઘડો વધી રહ્યો છે. આ મામલે લિબરલ પાર્ટીની આંતરિક બાબતોની જાણકારી ધરાવતા ત્રણ અગ્રણી સ્ત્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રુડો તેમના રાજીનામાની જાહેરાત કરી શકે છે. આ પછી, બુધવારે (8 જાન્યુઆરી) નેશનલ લિબરલ પાર્ટીની સંસદીય પાર્ટીની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ટ્રુડોના રાજીનામાની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

Advertisement

જસ્ટિન ટ્રુડો 2015માં પહેલીવાર ચૂંટણી જીતીને કેનેડામાં સત્તા પર આવ્યા હતા. આ પછી, તેમણે 2019 અને 2021 માં પણ લિબરલ પાર્ટીને જીત અપાવી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં, ઓપિનિયન પોલ્સ અનુસાર, ટ્રુડો તેમના મુખ્ય હરીફ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલીવરે કરતાં 20 પોઈન્ટ પાછળ છે. આ ઘટાડો તેમની રાજકીય પકડમાં મોટી નબળાઈ દર્શાવે છે.

લિબરલ પાર્ટીના સભ્યોનું માનવું છે કે હવે જસ્ટિન ટ્રુડોના નેતૃત્વમાં પાર્ટી માટે આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે. પાર્ટીની અંદર તેમની સામે નારાજગી વધી રહી છે અને આ નારાજગીનું પરિણામ એ છે કે સાંસદોએ તેમનો ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા તેમને હટાવવા માટે સહી ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન ટ્રુડોને ઘણા મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેના કારણે તેમના પર રાજીનામું આપવાનું દબાણ થઈ રહ્યું છે.

જો કે, લિબરલ પાર્ટીને નવો નેતા ન મળે ત્યાં સુધી ટ્રુડો વચગાળાના વડાપ્રધાન રહેશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. પાર્ટીની સતત કથળતી જતી સ્થિતિને જોતા શક્ય છે કે તેઓ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે. લિબરલ પાર્ટીના ઘણા નેતાઓ અને સાંસદોનું માનવું છે કે જો ટ્રુડો રાજીનામું નહીં આપે તો આગામી ચૂંટણીમાં પાર્ટીને હારનો સામનો કરવો પડી શકે છે.

જો જસ્ટિન ટ્રુડો રાજીનામું આપે છે, તો લિબરલ પાર્ટીએ નવા નેતાની શોધ કરવી પડશે જે પક્ષને ફરીથી ગોઠવી શકે અને જનતાનો વિશ્વાસ જીતી શકે. આ સાથે જ કન્ઝર્વેટિવ પાર્ટીના પિયર પોઈલીવરેને આગામી ચૂંટણીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળશે અને જસ્ટિન ટ્રુડોનું રાજીનામું આ દિશામાં નવો વળાંક લાવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement