For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાઇડેનની 2020માં હત્યા થઇ ગઇ; અત્યારે ડમી રોબોટ છે: ટ્રમ્પ

11:19 AM Jun 02, 2025 IST | Bhumika
બાઇડેનની 2020માં હત્યા થઇ ગઇ  અત્યારે ડમી રોબોટ છે  ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (પહેલી જૂન) તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક ખૂબ જ વિચિત્ર દાવા સાથે એક પોસ્ટ શેર કરી. તેમની પોસ્ટમાં પૂર્વ પ્રમુખ જો બાઈડેનને લઈને કોન્સપિરેસી થિયરી બનાવવામાં આવી હતી. અમેરિકન પ્રમુખે દાવો કર્યો હતો કે જો બાઈડેન 2020માં મૃત્યુ પામ્યા હતા અને તેમના સ્થાને રોબોટિક ક્લોન આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક અજાણ્યા એકાઉન્ટથી શરૂૂ થયેલા આ કોન્સપિરેસી થિયરીમાં બાઈડેનની હત્યા કરવી અને રોબોટ્સ દ્વારા બનાવેલ નિર્જિવ, મૂર્ખ મશીન દ્વારા બદલવાના અસાધારણ દાવા કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે આ અજાણ્યા એકાઉન્ટથી કરેલી આ પોસ્ટને રિપોસ્ટ કરી છે.

Advertisement

સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે જો બાઈડેન નથી. તેમની વર્ષ 2020માં હત્યા કરવામાં આવી હતી. તમે જેને બાઈડેન તરીકે જુઓ છો તે રોબોટ દ્વારા બનાવેલો તેમનો નિર્જીવ ક્લોન ડબલ છે. ડેમોક્રેટ્સ અસલી અને ક્લોન વચ્ચે તફાવત કરી શકતા નથી ટ્રુથ સોશિયલ પર એક અજાણ્યા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં મેક અમેરિકા ગ્રેટ અગેઇન, મેક અમેરિકા હેલ્ધી અગેઇન, યુએસ સ્ટીલ અને સ્ટીલ જેવા હેશટેગ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને ટ્રમ્પે ફરીથી પોસ્ટ કર્યો છે.

ટ્રમ્પની આ પોસ્ટ એક દિવસ પછી આવી છે જ્યારે તેમણે કહ્યું હતું કે લોકોએ જો બાઈડેન વિશે ખરાબ ન વિચારવું જોઈએ અને ડેમોક્રેટ થોડા દુષ્ટ વ્યક્તિ છે. જો તમને તેના માટે દયા આવે છે, તો તેના માટે ખરાબ ન વિચારો. ઉલ્લેખનીય છે કે, જો બાઈડેન પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઈ રહ્યા છે. તેમની ગંભીર બીમારી થોડા સમય પહેલા જાહેર થઈ હતી. આ પહેલા તે ભૂલવાની બીમારીથી પીડાઈ રહ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement