બાઇડનની ફરી જીભ લપસી, કમલા હેરિસને ટ્રમ્પ અને ઝેલેન્સ્કીને પુતિન ગણાવ્યા
બાઇડનની ફરી જીભ લપસી, કમલા હેરિસને ટ્રમ્પ અને ઝેલેન્સ્કીને પુતિન ગણાવ્યાઅમેરિકાના રાષ્ટ્રપતિના વારંવાર છબરડા બાદ ઉમેદવારી સામે પણ ઉઠ્યા સવાલો
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ગઅઝઘની બેઠક દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રાષ્ટ્રપતિ પુતિન તો એક પ્રેસ કોન્ફરન્સમાં કમલા હેરિસને ટ્રમ્પ ગણાવી દીધા હતા. તેમણે આ પ્રકારના લોચા એવા સમયે માર્યા છે જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેમની ઉમેદવારી સામે પહેલાંથી જ સવાલો ઊઠી રહ્યા છે.
બાઈડેનની આ પ્રકારની ભૂલોને કારણે જ હવે તેમના સમર્થકો પણ તેમણે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવા અપીલ કરી રહ્યા છે. અમેરિકામાં વોશિંગ્ટનમાં નાટો દેશોની એક બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ આવ્યા હતા. બાઈડેને બેઠક દરમિયાન જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ભૂલથી રાષ્ટ્રપતિ પુતિન કહી દીધા હતા. જોકે થોડીક જ વારમાં ભાન થતાં તેમણે પોતાની ભૂલ સુધારી હતી. તેમની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
જો બાઈડેન નાટોના મંચ પર ઊભા થઈને ભાષણ આપી રહ્યા હતા ત્યારે બાજુમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ઊભા હતા. ત્યારે ઝેલેન્સ્કીનું સ્વાગત કરતાં બાઈડેને તેમને રાષ્ટ્રપતિ પુતિન ગણાવી દીધા. પછી માઈક છોડીને જવા લાગ્યા. એટલામાં પાછા આવ્યા અને પછી ભૂલ સ્વીકારતાં કહ્યું કે મારું સમગ્ર ધ્યાન પુતિનને હરાવવા પર છે.