ગઠબંધનનો ફાયદો, મોદી સરકારની આંધ્રપ્રદેશ માટે 60 હજાર કરોડની યોજનાને લીલીઝંડી
હવે બિહાર માટે નીતિશ પણ નાક દબાવશે
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓની બેઠકને માત્ર 5 દિવસ જ થયા છે, કેન્દ્રએ આંધ્રપ્રદેશમાં રૂૂ. 60,000 કરોડના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની મુખ્ય માગણી સ્વીકારી છે. નાયડુ બુધવારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (ઇઙઈક) ના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા અને રાજ્યમાં રિફાઈનરી સ્થાપવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર છે.
કારણ કે કેન્દ્ર સરકારમાં ઝઉઙની સાથે ઉંઉઞની પણ મહત્વની ભૂમિકા છે.
એક અહેવાલમાં જાણકાર લોકોને ટાંકીને જણાવ્યું હતું કે રિફાઈનરી માટે ત્રણ સ્થળો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે. 23મી જુલાઈએ રજૂ થનારા બજેટમાં રિફાઈનરી અંગે ઔપચારિક જાહેરાત થવાની શક્યતા છે, એમ લોકોએ જણાવ્યું હતું. સ્થાનોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્વરૂૂપ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે અને બજેટમાં તેની જાહેરાત કરી શકાશે નહીં.
ચંદ્રબાબુ નાયડુ માટે આ એક મોટી જીત છે, કારણ કે તેમણે પીએમ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથેની બેઠક દરમિયાન રિફાઈનરી સ્થાપિત કરવા પર આગ્રહ કર્યો હતો. નાયડુના 16 સાંસદો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સમર્થન આપે છે. જો કે, નાયડુ સ્પષ્ટપણે સતત કહી રહ્યા છે કે તેઓ તેમના રાજ્યના હિતોને ધ્યાનમાં રાખે છે અને કોઈપણ માંગ સાથે સરકારને તોડી પાડશે નહીં.