For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પીએમ મોદીની મુલાકાત પહેલાં યુક્રેને રશિયાના 3 બ્રિજ ઉડાવ્યા

11:19 AM Aug 21, 2024 IST | admin
પીએમ મોદીની મુલાકાત પહેલાં યુક્રેને રશિયાના 3 બ્રિજ ઉડાવ્યા

મોસ્કો ઉપર મિસાઈલ મારો, 10 ડ્રોનનો કરેલો નાશ

Advertisement

યુક્રેન અને રશિયા વચ્ચે હજુ પણ યુદ્ધની સ્થિતિ યથાવત છે. બંને દેશ એકબીજા પર થોડા થોડા સમયે હુમલા કરી રહ્યા છે. હવે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે પહોંચવાના છે તેના બે દિવસ પહેલા જ યુક્રેને રશિયામાં ભારે તબાહી મચાવી દીધી છે અને મોસ્કો ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો મિસાઈલ હુમલો કરી દીધો છે. મોસ્કોએ જાહેર કર્યા મુજબ રાજધાની તરફ ઉડતાં ઓછામાં ઓછા 10 ડ્રોનને યુક્રેનની મિસાઈલો દ્વારા નસ્ટ કરવામાં આવ્યા છે. યુક્રેન દ્વારા મોસ્કો પ્રદેશમાં આવેલા ક્રેમલીનની દક્ષીણે ભીષણ મિસાઈલ હુમલો કર્યો હતો.

તાજેતરના અહેવાલ અનુસાર યુક્રેનના સૈન્યએ પશ્ચિમ રશિયા પર મોટો હુમલો કર્યો છે. પશ્ચિમ રશિયામાં સેમ નદી પર બનેલા 3 બ્રિજને નિશાને લઈ યુક્રેની સૈન્યએ મિસાઈલ હુમલા કર્યા હતા.
આ હુમલામાં ત્રણેય બ્રિજ ધરાશાયી થઈ ગયાની માહિતી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે પ.રશિયામાં યુક્રેની સૈનિકોની ઘૂસણખોરી વધતી જઈ રહી છે. જોકે તેમ છતાં રશિયાનો આ શહેર પર કબજો તો યથાવત્ જ છે. રશિયા પોક્રોવ્સ્ક શહેર પર કબજો જમાવવાની તૈયારી કરી રહ્યું છે. રશિયા હવે ગમે ત્યારે યુક્રેનને જડબાતોડ જવાબ આપી શકે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી યુક્રેનના પ્રવાસે જઈ રહ્યા છે અને તેઓ યુક્રેન-રશિયા યુધ્ધ સમાપ્ત કરવા માટે પ્રયાસો કરે તેવી શક્યતા છે તે પૂર્વે યુક્રેને જોરદાર હુમલો કરતા શાંતિ મંત્રણાને ફટકો પડે તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement