43 કરોડનું ગોલ્ડ કાર્ડ લઇ અમેરિકાનાં નાગરિક બનો!
ગ્રીન કાર્ડ જેવા ગોલ્ડ કાર્ડ દ્વારા વિશ્ર્વભરના ધનિકોને આકર્ષવા ટ્રમ્પનો નવો વેપાર
આ સમયે સમગ્ર વિશ્વની નજર અમેરિકા પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે. દરમિયાન એવા સમાચાર છે કે ટ્રમ્પ સરકાર ટૂંક સમયમાં ગોલ્ડ કાર્ડ સ્કીમ શરૂૂ કરવા જઈ રહી છે. આ યોજના ગ્રીન કાર્ડની તર્જ પર હશે પરંતુ તે વધારાના લાભો પણ આપશે. આનાથી અમેરિકન નાગરિકતા મેળવવાનો માર્ગ પણ ખુલશે.
ઓવલ ઓફિસમાં પત્રકારોને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે અમે ટૂંક સમયમાં ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. આ ગ્રીન કાર્ડ જેવું ગોલ્ડ કાર્ડ હશે. તેની કિંમત પાંચ મિલિયન ડોલર હશે. આ કાર્ડ દ્વારા, તમને ગ્રીન કાર્ડ સુવિધાઓ જેવા જ લાભો મળશે પરંતુ કેટલાક વધારાના લાભો પણ મળશે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે આ યોજના આગામી બે સપ્તાહમાં શરૂૂ થવા જઈ રહી છે અને તેને સંસદની મંજૂરીની પણ જરૂૂર નથી. આ દરમિયાન જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું રશિયાના અમીર અબજોપતિઓ પણ આ ગોલ્ડ કાર્ડ દ્વારા અમેરિકન નાગરિકતા મેળવી શકે છે? તો આ અંગે ટ્રમ્પે સંભવિતપણે કહ્યું. હું કેટલાક રશિયન અબજોપતિઓને ઓળખું છું, જેઓ ખૂબ જ સરસ છે. મને લાગે છે કે તેઓ ગોલ્ડ કાર્ડ હાંસલ કરી શકે છે.
ટ્રમ્પે કહ્યું કે આનાથી તે સમૃદ્ધ અને સફળ થશે. પરંતુ તેઓએ ઘણા પૈસા ખર્ચવા પડશે અને ઘણો ટેક્સ પણ ચૂકવવો પડશે. આ યોજના ખૂબ જ સફળ થશે. ટ્રમ્પનું આ નવું ગોલ્ડ કાર્ડ 50 લાખ ડોલરની રકમમાં મેળવી શકાય છે. ભારતીય રૂૂપિયામાં આ રકમ લગભગ 43 કરોડ છે.
આ ગોલ્ડ કાર્ડ EB-5નું સ્થાન લેશે
ટ્રમ્પ વહીવટીતંત્રમાં વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકે કહ્યું કે ગોલ્ડ કાર્ડ વાસ્તવમાં એક પ્રકારનું ગ્રીન કાર્ડ હશે. ટ્રમ્પની આ નવી ગોલ્ડ કાર્ડ સ્કીમ હાલની EB-5 સ્કીમને રિપ્લેસ કરવા જઈ રહી છે. તેના દ્વારા વિદેશી રોકાણકારો અમેરિકન બિઝનેસમાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવી શકશે. તેમણે કહ્યું કે ગોલ્ડ કાર્ડથી મળેલા પૈસા સીધા સરકારમાં જઈ શકે છે. કીક્ષિંશભસ જણાવ્યું હતું કે અમે EB-5 કાર્યક્રમ સમાપ્ત કરીશું. અમે તેને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડથી બદલીશું. આ ગોલ્ડ કાર્ડ પાંચ મિલિયન ડોલર ચૂકવીને મેળવવામાં આવે છે.