For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવધાન, લેન્સ પહેરીને સ્વિમિંગ કરવાથી અંધાપાનો ભોગ બની શકાય

01:14 PM Nov 23, 2024 IST | Bhumika
સાવધાન  લેન્સ પહેરીને સ્વિમિંગ કરવાથી અંધાપાનો ભોગ બની શકાય
Advertisement

જો તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરો છો અને લેન્સ પહેરીને સ્વિમિંગ કરો છો તો આ ખતરનાક સાબિત થઈ શકે છે. હા, એક છોકરી સાથે આવું જ થયું. છોકરી અમેરિકાની રહેવાસી છે. તેની ઉમર માત્ર 24 વર્ષ છે અને તેનું નામ મેક્કાસલેન્ડ છે, પરંતુ અત્યારે તે ટ્રોમામાં છે, કારણ કે તેને હવે ડાબી આંખથી નથી દેખાતું.

કોન્ટેક્ટ લેન્સ લગાવીને સ્વિમિંગ કરવાથી તેની આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયું, તેની સારવારમાં થોડું મોડું થતાં તેની આંખનો પ્રકાશ જતો રહ્યો. પોતાની વ્યથા સાંભળાવતા તેને લોકોને કહ્યું કે અત્યાર સુધીનો મારો સૌથી ભયાનક અને ખતરનાક અનુભવ છે કે મારી ડાબી આંખનો પ્રકાશ સંપૂર્ણ પણે જતો રહ્યો. જે ભૂલ મે કરી, તે બીજું કોઈ ન કરે, નહિતર જીવન ખરાબ થઈ જશે.

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 વર્ષીય બ્રુકલીન મેક્કાસલેન્ડે જણાવ્યું કે તે ઓગસ્ટ 2024માં પોતાના મિત્રો સાથે અલબામા ફરવા ગઈ હતી. જ્યાં તેના મિત્રો તેની સાથે સ્વિમિંગ કરી, પરંતુ તેને કોન્ટેક્ટ લેન્સ નથી ઉતાર્યા. ત્યાર પછી તેને અકાન્થામોએબા કેરાટાઇટિસ ચેપ લાગ્યો. ડોક્ટરે કહ્યું કે આ એક પ્રકારનું અમીબા છે, જે કોર્નિયાને નુકસાન પહોંચાડે છે. આંખનો પ્રકાશ જવાનું કારણ બની શકે છે.

જોકે ડોક્ટરે આંખમાં સ્ટેરોઈડના ટીપા નાખ્યા, પરંતુ ત્યાર સુધી કોર્નિયા સુધી ફેલાઈ ગયો હતો. ચેપની સારવારમાં મોડું થવાના કારણે આ વધારે ગંભીર બની ગયો અને તેની આંખનો પ્રકાશ જતો રહ્યો. આનો ઈલાજ કરવામાં ખૂબ ખર્ચ પણ થઈ ગયો. એટલા માટે મેડિકલ બિલ્સ ભરવા માટે ૠજ્ઞઋીક્ષમખય ની મદદ લીધી છે. આ એનજીઓએ તેની કહાની પોતાના ફેસબુક પર મૂકીને ફંડ ભેગો કર્યો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રુકલીન મેક્કાસલેન્ડે કહ્યું કે તેને દર 2 દિવસે ડોક્ટર પાસે જવું પડે છે. દુખાવો અને પ્રકાશ જવાથી બચવા માટે તેને આંખોના અલગ-અલગ સ્પેશીયાલીસ્ટ પાસે ઈલાજ કરાવો પડ્યો, પરંતુ તેની આંખનો પ્રકાશ ન રહ્યો. કારણ કે આ ચેપ ખૂબ રેર છે, એટલા માટે આની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા માત્ર બ્રિટનમાં જ બનાવવામાં આવે છે. અમેરિકામાં દર વર્ષે 1500 લોકો અકાન્થામોએબા કેરાટાઇટિસ નામના ચેપનો શિકાર બને છે, પરંતુ 90% મામલામાં કોન્ટેક્ટ લેન્સ પહેરવાવાળા હોય છે. કોન્ટેક્ટ લેન્સને ખૂબ લાંબા સમય સુધી પહેરવા, તેમની ખોટી રીતે સ્ટોર કરવા કે સાફ કરવા, સ્વિમિંગ કે નહાતી વખતે લેન્સ પહેરવાથી પણ આ ચેપ લાગી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement