For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાલ ભારતમાં જ રોકાશે બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના, અમેરિકાએ રદ્દ કર્યા વિઝા

06:28 PM Aug 06, 2024 IST | Bhumika
હાલ ભારતમાં જ રોકાશે બાંગ્લાદેશના પૂર્વ pm શેખ હસીના  અમેરિકાએ રદ્દ કર્યા વિઝા
Advertisement

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચેશેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દઈને દેશ છોડીને ભાગી ગયા. અને તેઓ ભારતના હિંડન એરપોર્ટ પર પહોંચી ગયા. હાલ હસીના ત્યાં એક ખાસ ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. પહેલા યોજના એવી હતી કે શેખ હસીના થોડા સમય માટે ભારતમાં રોકાશે અને લંડન જવા રવાના થશે, પરંતુ હવે તેના પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં તેઓ લંડન જવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેની ઔપચારિક આશ્રય વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. બ્રિટનમાં શેખ હસીનાના આશ્રયના દરજ્જા પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ અમેરિકાએ પણ તેમના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. યુએસએ શેખ હસીનાના યુએસ વિઝા કેન્સલ કરી દીધા છે, એટલે કે તે અત્યારે અમેરિકા પણ જઈ શકે તેમ નથી.

બ્રિટિશ ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, આશ્રય મેળવવા માટે, શેખ હસીનાએ પહેલા તે દેશમાં આશ્રયનો દાવો કરવો જોઈએ જ્યાં તે પ્રથમ પહોંચે છે. બ્રિટનનું માનવું છે કે સુરક્ષાનો આ સૌથી ઝડપી માર્ગ છે. આ કારણોસર હસીનાએ યુકેમાં આશ્રયની વિનંતી હજુ પેન્ડિંગ છે. પરંતુ શેખ હસીનાની બહેન શેખ રેહાના અને ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીક, જેઓ બ્રિટિશ નાગરિક છે, તેમની આશ્રય વિનંતી માટે સૌથી મજબૂત મુદ્દા છે.

Advertisement

અમેરિકાએ શેખ હસનીના વિઝા રદ કર્યા છે, જેનો અર્થ છે કે તે હવે યુએસની મુસાફરી કરી શકશે નહીં. એવું માનવામાં આવે છે કે તેમના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા નહોતા, જેના કારણે તેઓ હવે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હસીનાએ અમેરિકાને બેઝ બનાવવા માટે આ આઈલેન્ડ આપવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

શેખ હસીનાએ બ્રિટનમાં આશ્રય મેળવવા વિનંતી કરી છે. જો કે તેની માંગ હજુ પેન્ડીંગ છે. યુકે સત્તાવાળાઓ સાથે ઔપચારિક આશ્રય વિનંતી પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે. શેખ હસીનાની બહેન શેખ રેહાના અને ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીક કે જેઓ બ્રિટિશ નાગરિક છે તેમની આશ્રય વિનંતી માટે આ સૌથી મજબૂત મુદ્દો માનવામાં આવે છે.

આ બધી અનિશ્ચિતતાઓને કારણે શેખ હસીનાની યાત્રા અટકી ગઈ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હસીના ભારતમાં હજુ થોડા દિવસો રોકાઈ શકે છે. તે ભારતમાંથી લંડન જવાની હતી, પરંતુ હવે તે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. સાથે જ આ મામલે ભારત સરકારનું નિવેદન પણ સામે આવ્યું છે. સરકારે કહ્યું છે કે તે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર નિર્ભર છે કે તે ભારતમાં રહેવા માંગે છે કે નહીં. તેઓએ પોતાની યોજનાઓ જાતે નક્કી કરવી જોઈએ.

ભારત સરકારે તેમને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. ભારત સરકાર બાંગ્લાદેશના આર્મી ચીફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના પણ સંપર્કમાં છે. ભારતીય હાઈ કમિશન અને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ ભારતની પ્રાથમિકતા છે. આ સિવાય ભારત સરકારે બાંગ્લાદેશી સુરક્ષા દળોને બાંગ્લાદેશમાં હાજર હિન્દુઓ પર હુમલા રોકવા માટે પણ કહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement