રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અરવલ્લીના બાયડમાંથી ઝડપાયો બાંગ્લાદેશી યુવક, યુવકના ફેસુબક એકાઉન્ટમાં વાંધાજનક પોસ્ટ મળી આવતાં અટકાયત

02:54 PM Aug 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને કારણે રમખાણ ફાટી નીકળ્યા હતા. જે બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. આ દરમિયાન અરવલ્લીના બાયડમાંથી એક બાંગલાદેશી યુવકને લોકોએ ઝપડી પડી પોલીસને સોપ્યો હતો.

મળતી માહિતી અનુસાર બાયડના રમાસમાં છેલ્લા એક અઠવાડિયાથી આ બાંગ્લાદેશી યુવક રહેતો હતો. યુવકની શંકાસ્પદ પ્રવૃતિઓને લીએન ગામના કેટલાક યુવાનોને શંકા જવા પામી હતી. ત્યાર બાદ ગામના યુવકો દ્વારા આ બાંગ્લાદેશી યુવકની પૂછપરછ માટે બોલાવતા યુવક ડરનાં માર્યો બાઈક પર ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા અરવલ્લી પોલીસે શંકાનાં આધારે યુવકને ઝડપ્યો હતો.

બાયડના રમાસમાંથી ઝડપાયેલા આ યુવકના મોબાઈલની પોલીસ દ્વારા તપાસ કરતા તેનાં ફેસબુક એકાઉન્ટમાં તેનું નામ બુશિરખાન હોવાનું માલુમ પડ્યું હતી અને સાથે જ યુવક દ્વારા સોશિયલ મીડિયામાં અનેક વાંધાજનક પોસ્ટ અને લખાણો પણ સમાઈ આવ્યા હતાં. તેમજ ફેસબુકમાં તે પોતે હાલ યુનાઈટેડ આરબ અમીરાતમાં રહેતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે એસઓજીની ટીમ દ્વારા આ બંગ્લાદેસ્શી યુવકની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ સોશિયલ મીડીયામાં કરાયેલા વાંધાજનક પોસ્ટ બાબતે પણ તપાસ શરુ કરી દેવામાં આવી છે ગ્રામજનો દ્વારા યુવકનાં ફોનમાં ચેક કરતા બાયકોટ ઈન્ડિયા પ્રોડક્ટ નામની પોસ્ટ જોવા મળી હતી. જે બાદ ગ્રામજનોને શંકા જતા ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.

Tags :
Aravalli newsBangladeshiFacebook accountgujaratgujarat newsindiaindia newsworld
Advertisement
Next Article
Advertisement