For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોહિગ્યા મુસ્લિમોને મદદ કરવાનું ચાલુ રાખશે બાંગ્લાદેશ: મોહમ્મદ યુનુસ

04:01 PM Aug 19, 2024 IST | admin
રોહિગ્યા મુસ્લિમોને મદદ કરવાનું ચાલુ રાખશે બાંગ્લાદેશ  મોહમ્મદ યુનુસ

પાડોશી દેશની સમસ્યા અને આર્થિક મજબૂતી ઉપર ભાર મુકવા પ્રથમ ભાષણમાં નિર્ધાર

Advertisement

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાપ્રધાન મોહમ્મદ યુનુસે પ્રથમવાર પોતાની પોલિસીને લઈ ભાષણ આપ્યું છે. તેઓના આ ભાષણથી સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ પોતાના નેતૃત્વમાં બાંગ્લાદેશને કઈ દિશામાં લઈ જવા માગે છે. તેમને પોતાના પ્રથમ પોલિસી ભાષણમાં પાડોશી દેશથી થતી સમસ્યાની સાથે દેશની આર્થિક મજબૂતી પર પણ ભાર મૂક્યો છે.

મોહમ્મદ યુનુસે રવિવારે ડિપ્લોમેટિક અને યુનોના પ્રતિનિધિઓ સામે પોતાની પ્રાથમિકતાઓ દર્શાવવાનો વાયદો કર્યો કે તેઓની સરકાર બાંગ્લાદેશમાં શરણ લીધેલા 10 લાખથી વધુ રોહિંગ્યા લોકોની મદદ કરવાનું ચાલુ રાખશે. આ સિવાય તેમને બાંગ્લાદેશના ગારમેન્ટ કારોબારને ચાલુ રાખવાની પણ વાત કરી છે.

Advertisement

બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીના સરકારના પતન પછી ત્રણ અઠવાડિયા કરતાં વધુ ચાલતા વિરોધ પ્રદર્શનને લીધે બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગને ખૂબ અસર પડી છે. જેના લીધે બાંગ્લાદેશથી ઈમ્પોર્ટ કરતા દેશ બીજા દેશોની તરફ શિફ્ટ થઈ રહ્યા છે. મોહમ્મદ યુનુસે જણાવ્યું કે કાપડ ઉદ્યોગને આ રીતે જ મુખ્ય વેપાર બનાવવામાં આવશે અને નુકસાન કરનારના કોઈપણ પ્રયાસને સહન નહિ કરાય.

બાંગ્લાદેશની અંદર આશરે 3,500 કાપડની ફેકટરીઓ આવેલી છે. દેશના એક્સપોર્ટમાં કાપડ કારોબારના 85 ટકા ભાગીદારી છે. બાંગ્લાદેશ વાર્ષિક આશરે 55 બિલિયન ડોલર કાપડ એક્સપોર્ટ કરે છે.પોતાના પ્રથમ પોલિસી ભાષણમાં યુનુસે મૃતકોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે, ગત મહિને આપણા હજારો વિદ્યાર્થઈઓ અને લોકો શેખ હસીનાની ક્રૂર તાનાશાહીના વિરુદ્ધ ઉભા થયા હતા. હું તેઓના મોતની તપાસ કરવા અને ન્યાય અપાવવાનો વાયદો કરું છું. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં આશરે 450 લોકો કરતાં વધુનાં મોત થયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement