બાંગ્લાદેશના વડાપ્રધાન દેશમાંથી ભાગ્યા: દિલ્હીના હિંડન એરબેઝ પર પહોંચ્યા શેખ હસીના, વાયુસેનાના અધિકારીઓએ કર્યા રિસીવ
બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે. વડા પ્રધાન શેખ હસીનાએ માત્ર પદ પરથી રાજીનામું આપ્યું અને સાથે જ દેશ પણ છોડી દીધો છે. બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન કાર્યાલય પર કબ્જો કરી લીધો છે. આ સમાચાર વચ્ચે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇકમિશનની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. શેખ હસીના હિંડન એરબેઝ પર પહોંચ્યા છે જ્યા વાયુસેનાના અધિકારીઓએ રિસીવ કર્યા છે.
શેખ હસીનાએ પીએમ પદ સાથે બાંગ્લાદેશ છોડીને ભારત પહોંચી ગયા છે. તે દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ઉતરી હતી. સૂત્રોનું માનીએ તો, તેણીએ અહીં રહેવા માટે આશ્રય માંગ્યો નથી પરંતુ તે ચોક્કસપણે ભારતમાં થોડો સમય રહેશે. તે અહીંથી લંડન (યુકે) માટે રવાના થઈ શકે છે.
બાંગ્લાદેશમાં હંગામો અને વિદ્રોહ પછી, ભારતીય રેલ્વેએ સોમવારે એક મોટું પગલું ભર્યું છે. રેલવેએ 6 ઓગસ્ટ સુધી બાંગ્લાદેશ જતી તમામ ટ્રેનો રદ કરી છે, જેમાં કોલકાતા-ઢાકા-કોલકાતા મૈત્રી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.