બાંગ્લાદેશ તમારો જ દેશ છે, પાછા આવી જાવ, શેખ હસીના માટે નવી સરકારે જાજમ બિછાવી
બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીના હાલમાં દિલ્હીમાં રોકાયેલા છે. ત્યારે આવા સમયે સૌથી મોટો સવાલ એ છે કે, શું તેઓ પાછા બાંગ્લાદેશ જશે? જો જશે તો ત્યાંની નવી સરકાર તેમની સાથે કેવો વ્યવહાર થશે. તેમની પાર્ટી અવામી લીગનું શું થશે? શું વચગાળાની સરકાર તેને બેન કરવા જઈ રહી છે? આ તમામ સવાલોના જવાબ વચગાળાની સરકારના ગૃહમંત્રી રિટાયર્ડ બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈને જવાબ આપ્યો છે. રિટાયર્ડ બ્રિગેડિયર જનરલ એમ સખાવત હુસૈને કહ્યું કે, શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લગાવવાનો તેમનો કોઈ ઈરાદો નથી. અવામી લીગે બાંગ્લાદેશ માટે ખૂબ જ યોગદામ આપ્યું છે.
અમે તેનાથી ના નથી પાડતા. જ્યારે પણ ચૂંટણી આવશે, તો તેમણે મેદાનમાં ઉતરવું જોઈએ. ચૂંટણી લડવી જોઈએ. પોતાની ઈચ્છાથી ગયા છે. આ તમારો જ દશે. તમે ઈચ્છો તો પાછા આવી શકો છો. પણ મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની અડચણો ઊભી કરતા નહીં. જો તમે આવું કરશો તો ગુસ્સો વધારે ભડકશે. તમે દેશમાં પાછા આવી જાવ, આપનું સ્વાગત છે.
સખાવત હુસૈને તમામ પ્રદર્શનકારીઓને ચેતવણી આપી. કહ્યું કે, એક અઠવાડીયાની અંદર ગેરકાયદેસર હથિયાર જમા કરાવી દો. જો આવું નહીં કરશે તો તેના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ ગેરકાયદેસર હથિયાર જમા કરાવી દીધા છે. અમુક તો પોલીસ ચોકીથી લુંટી લીધા છે. તેનાથી પોલીસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. હિન્દુઓ અને અલ્પસંખ્યકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં અરાજકતા ફેલાવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક 7.62 એમએમ રાઈફલ છીનવતા દેખાઈ રહ્યા છે. સરકારનું કહેવું છે કે, જો આવા લોકો ખુદ નહીં સોપે તો કોઈ અન્ય દ્વારા હથિયાર સોંપી દે. તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.